April 26, 2024

હાર્દિક થયો ભારે ટ્રોલ, ચાહકો થયા ગુસ્સે

IPL 2024: IPLની આ સિઝનમાં સૌથી વધારે ચર્ચામાં કોઈ હોય તો તે છે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ. બેક ટુ બેક 2 વાર મુંબઈની ટીમને હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે.

કેપ્ટનશિપ પર સવાલો
IPLની આ સિઝનમાં હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપની ખુબ ચર્ચા થઈ રહી છે. આ ચર્ચા ચાહકો પણ કરી રહ્યા છે અને પૂર્વ ક્રિકેટરો પણ આ રીતની ચર્ચા કરી રહ્યા છે. ફરી એક વાર એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પોલાર્ડ અને મલિંગા બેઠા છે. આ સમયે તેની પાસે પંડ્યા પહોંચે છે. આ સમયે હાર્દિકને ખુરશીની જરૂર હોય તેવું લાગી રહ્યું છે. જે જોઈને પોલાર્ડ ખુરશી પરથી ઉઠવા લાગે છે. પોલાર્ડને ઊભો થતો જોઈને મલિંગા તેને રોકવા માટે કહે છે તેવું વીડિયોમાં જોઈ શકાય છે. મલિંગા પોતે ખુરશી છોડીને જતો રહે છે અને તે પછી પંડ્યા તે ખુરશી પર બેસી જાય છે.

વર્તનને ખોટું ગણાવ્યું
હવે સોશિયલ મીડિયા પર ચાહકોએ પંડ્યાના વર્તનને ખોટું ગણાવ્યું છે. મોટા ભાગના ચાહકો તેમના પર ગુસ્સે થઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે એવું લાગે છે કે હાર્દિક એવું નાટક કરી રહ્યો છે કે હું કેપ્ટન છું, મારા માટે ખુરશી છોડી દો. બીજા અન્ય એક યુઝરે લખ્યું છે કે હાર્દિક પંડ્યાએ મલિંગાને ઉઠતો જોયો પરંતુ તેમ છતાં તેણે તેને રોક્યો નહીં. આ પ્રકારે અલગ અલગ રીતે હાર્દિકને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. એક તો એમ પણ લખી દીધું કે હાર્દિકને એ પણ ભાન નથી કે તેને પોતાના સિનિયર્સનું કેવી રીતે સન્માન કરવું જોઈએ.

સતત થઈ રહ્યો છે ટ્રોલ
હાર્દિક પંડ્યા પોતાના ખરાબ પ્રદર્શનના કારણે સતત ટ્રોલ થઈ રહ્યો છે. રોહિત શર્મા સાથે નીતા અંબાણી અને અનંત અંબાણીની ચર્ચાની તસ્વીરો વાયરલ કરવામાં આવી રહી છે. મુંબઈએ આ સિઝનની શરૂઆત ગુજરાત ટાઇટન્સ સામે અમદાવાદથી કરી હતી. તે સમયે પણ તે ખુબ ટ્રોલ થયો હતો. ફરી વાર ગઈ કાલની મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જે બાદ ફરી એક વાર તે ટ્રોલ થયો છે.