May 7, 2024

સતત બે દિવસની તેજી બાદ આજે ઘટાડો, મિડકેપ ઈન્ડેક્સ રેકોર્ડ હાઈ

અમદાવાદ: માર્કેટના અઠવાડિયાના અંતિમ દિવસે રોકાણકારોની નફાવસુલીના કારણે ભારતીય શેર બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. બેંકિંગ સ્ટોક્સમાં વેચવાલીના કારણે બજારમાં ઘટાડો જોવા મળ્યો છે. તો મિડકેપ સ્ટોક્સમાં ખરીદીના કારણે નિફ્ટીના મિડકેપ ઈન્ડેક્સ રિકોર્ડ હાઈ પર ક્લોઝ થયું છે. આજનું બજાર બંધ થવા સમયે BSE સેન્સેક્સ 609 અંકના ઘટાડા સાથે 73,730 અને નિફ્ટીમાં 150 અંકના ઘટાડા સાથે 22,419 પર બંધ થયું છે.

માર્કેટ કેપની સ્થિતિ
સેન્સેક્સ નિફ્ટીમાં ઘટાડાના કારણે મિડકેપ અને સ્મોલ કેપ સ્ટોકમાં ખરીદીના કારણે માર્કેટ કેપ રિકોર્ડ હાઈ પર ક્લોઝ થયું છે. BSE પર લિસ્ટેડ સ્ટોક્સનું માર્કેટ કેપ 404.22 લાખ કરોડ રૂપિયા પર બંધ થયું છે. જે ગત કારોબારી સત્રમાં 4404.09 લાખ કરોડ રુપિયા રહી છે. આજના સત્રમાં રોકાણકારોની સંપતિમાં 13000 કરોડ રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે.

આ પણ વાંચો: Air India માટે મુશ્કેલીઓ વધી, IndiGoનો ફરી ડંકો

સેક્ટરની સ્થિતિ
મિડકેપ સ્ટોક્સમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે. જેના કારણે નિફ્ટીના મિડકેપ ઈન્ડેક્સ 50,684 અંકના રેકોર્ડ હાઈ પર પહોંચ્યું છે. આ સાથે 395 અંકના ઉછાળ સાથે 50,624 અંક પર ક્લોઝ થયું છે. એનએસઈના સ્મોલ કેપ ઈન્ડેક્સ પણ 17000ના આંકડાને પાર કરીને 17,051 અંક પર પહોંચ્યું છે. તો બજાર બંધ થવા પર ઈન્ડેક્સ 94.50 અંકના ઉછાળ સાછે 16,981.30 અંક પર બંધ થયું છે. આ ઉપરાંત આજના ટ્રેડમાં આઈટી, ફાર્મા, એફએમસીજી, મીડિયા, કંઝ્યુમર ડ્યૂરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ તથા હેલ્થકેર સ્ટોક્સ તેજીની સાથે બંધ થયા છે. જ્યારે બેકિંગ, ઓટો, એનર્જી, મેટલ્સ સ્ટોક્સ ઘટાડા સાથે બંધ થયું છે. સેન્સેક્સના 30 શેરમાંથી 6 સ્ટોકમાં તેજી તો 24 સ્ટોક્સમાં મંદી જોવા મળી છે.

ટોપ ગેનર અને લૂઝર
આજના કારોબારમાં ટેક મહિન્દ્રા 7.43 ટકા, ડિબિઝ લેબ 4.49 ટકા, એલટીઆઈ માઈન્ડટ્રી 3.31 ટકા, બજાજ ઓટો 2.47 ટકા, બીપીસીએલ 1 ટકાની તેજી સાથે બંધ થયા છે. તો બજાજ ફાઈનાન્સ 7.73 ટકા, બજાજ ફિનસર્વ 3.52 ટકા, નેસ્લે 3.12 ટકાના ઘટાડા સાથે બંધ થયું છે.