May 7, 2024

RCB પ્લેઓફની રેસમાં, સિઝનમાં આવું કરનાર પ્રથમ ટીમ બની

IPL 2024: ગઈ કાલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ હતી. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જીત થઈ હતી. 35 રનથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવી દીધું છે.

બેટિંગ કરવાનો નિર્ણય
આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીત્યો હતો. જેમાં પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા RCBએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ RCB માટે 43 બોલમાં 51 રન, રજત પાટીદારે આ મેચમાં 250ના સ્ટ્રાઈક રેટથી 20 બોલમાં 50 રન બનાવ્યા હતા. આ રજત પાટીદારે 2 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. કેમેરોન ગ્રીને 20 બોલમાં 37 બનાવ્યા હતા.

આ પણ વાંચો: BCCI ટૂંક સમયમાં લેવા જઈ રહ્યું છે મોટો નિર્ણય, ખેલાડીઓ થશે અમીર

શરૂઆત ખરાબ રહી
ગઈ કાલની મેચમાં હૈદરાબાદની શરૂઆત ખુબ ખરાબ જોવા મળી હતી. સૌથી ખરાબ વાત એ હતી કે ટ્રેવિસ હેડ માત્ર 1 રન બનાવી શક્યો હતો. એડન માર્કરામે 7 રન બનાવ્યા હતા. અભિષેક શર્માએ 13 બોલમાં 31 રન બનાવ્યા હતા. હૈદરાબાદની ટીમ શરૂઆતથી જ નબળી જોવા મળી રહી હતી. હૈદરાબાદની ટીમ સતત વિકેટ ગુમાવી રહી હતી. શાહબાઝ અહેમદે 40 રન બનાવ્યા તો કેપ્ટન પેટ કમિન્સે 31 રન બનાવ્યા હતા. IPL 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદ અત્યાર સુધી તમામ મેચ પોતાના હોમ ગ્રાઉન્ડ પર જીતી હતી. પરંતુ ગઈ કાલની મેચમાં આરસીબીની ટીમે આ વર્ચસ્વનો અંત લાવી દીધો હતો. ગઈ કાલે હૈદરાબાદની ટીમની હાર થઈ હતી.