April 27, 2024

મુંબઈ ઈન્ડિયન્સના હવે આવશે ‘અચ્છે દિન’

IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. કારણ કે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઈપીએલમાં સતત બે મેચ હારી ગઈ છે. જોકે હવેની મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ત્યારે જોવાનું રહેશે ઘર આંગણે મુંબઈ ઈન્ડિયન્સની હાર થાય છે કે જીત.

સારા દિવસો આવવાના
હાર્દિક પંડ્યાએ ભલે આઈપીએલમાં કેપ્ટન બનતાની સાથે જ ગુજરાત ટાઈટન્સને પ્રથમ વખતમાં જીત અપાવી હોય, પરંતુ આ વખતે મુંબઈ ઈન્ડિયન્સમાં તેનું પ્રદર્શન જેવું જોઈએ તેવું જોવા મળી રહ્યું નથી. પરંતુ અમે તમને આજે એ માહિતી આપવાના છીએ કે જેના થકી તમે કહી શકશો કે હવે મુંબઈ ઈન્ડિયન્સની ટીમના સારા દિવસો આવી રહ્યા છે. જોકે અત્યાર સુધીની તે પરંપરા યથાવર્ત રહી છે કે મુંબઈ ઈન્ડિયન્સ તેમની પ્રથમ મેચમાં હારે જ છે.

આ પણ વાંચો: હેનરિક ક્લાસના રન વધારે છતાં કેમ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ ના મળ્યો?

આઈપીએલમાં ડેબ્યૂ કર્યું
હાર્દિક પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સ સાથે આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે ટીમ ઈન્ડિયામાં પોતાની અલગ જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. IPLની નવી ટીમ ગુજરાત ટાઈટન્સમાં તે કેપ્ટન તરીકે જોડાઈ ગયો હતો. હાર્દિકે પોતાની ટીમની મદદથી પ્રથમ પ્રયાસમાં જ ગુજરાતને IPL 2024ની જીત અપાવી હતી. આ વખતે અચાનક જાહેરાત કરવામાં આવી કે હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો છે. આ સાથે એ પણ જાહેરાત કરવામાં આવી કે હવે ટીમના કેપ્ટન રોહિત નહીં પરંતુ હાર્દિક રહેશે. આ નિર્ણયે દરેક ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા હતા.

આ પણ વાંચો: ધોની બેટિંગ કરવા માટે કેમ નથી આવતો? કોચે સમજાવી ટેકનિકલ વાત

બીજો કેપ્ટન છે
IPL 2008 થી અત્યાર સુધીમાં મુંબઈ ઈન્ડિયન્સે 9 કેપ્ટન બદલ્યા છે. અત્યાર સુધી એવું 2 વખત બન્યું છે કે જેમાં ઉપરા ઉપરી 2 મેચ હારવાનો વારો મુંબઈ ઈન્ડિયન્સને આવે. આ પહેલા હરભજન સિંહ વખતે આવું થયું હતું અને હવે હાર્દિકની પંડ્યા વખતે એવું થયું છે. છેલ્લા 2 વર્ષથી મુંબઈની ટીમનું સારૂ પ્રદર્શન રહ્યું નથી. જેના કારણે કદાચ આ વખતે હાર્દિકને કમાન સોંપવામાં આવી હોય.

ઘરઆંગણે વિજય
અત્યાર સુધી IPL 2024માં 8 મેચ રમાઈ છે. આ મેચમાં જે ટીમ હોય અને તેના જ ઘર આંગણે મેચ રમાતી હોય તો તે ટીમનો વિજય થયો છે. ત્યારે હવેની જે મેચ છે તે મુંબઈમાં છે. જેના કારણે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે આ મેચ મુંબઈની ટીમના ઘર આંગણે છે જેના કારણે તેમની જીત થઈ શકે છે. વાનખેડે સ્ટેડિયમમાં તેનો સામનો હવે રાજસ્થાન રોયલ્સ સાથે થશે. હવે તો મેચ રમાશે ત્યારે જ ખબર પડશે કે કોની થશે જીત કે કોની થશે હાર.