May 7, 2024

IPL 2024: જીત બાદ RCB કેપ્ટને શું કહ્યું?

IPL 2024: હૈદરાબાદ અને બેંગ્લોરની વચ્ચેની મેચમાં બેંગ્લોરની 35 જીત થઈ હતી. RCBને સતત 6 મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જે બાદ ગઈ કાલની મેચમાં બીજી જીત હાંસલ કરી હતી. RCBની જીત બાદ તેના કેપ્ટન આ નિવેદન આપ્યું હતું.

ટીમો સામસામે જોવા મળી
ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનની 41મી મેચ ગઈ કાલે હતી. જેમાં હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ વચ્ચે મહામુકાબલો હતો. પ્રથમ બેટિંગ આરસીબીએ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા હતા. 9 મેચ રમ્યા બાદ RCBની બીજી વાર મેચ જીતી હતી.

શાંતિથી સૂઈશ
આ જીત બાદ RCB ટીમના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે કહ્યું કે છેલ્લી કેટલીક મેચોમાં અમે જીતની ખૂબ નજીક પહોંચી ગયા હતા, પરંતુ અમે મેચ જીતી શક્યા ન હતા. પરંતુ આખરે ગઈ કાલની મેચમાં અમે જીત મેળવી હતી. હું આજે રાત્રે શાંતિથી સૂઈશ.પોતાના નિવેદનમાં ફાફે આગળ કહ્યું કે આ ટૂર્નામેન્ટ ખૂબ જ મુશ્કેલ જોવા મળી રહી છે. જો તમે મેદાનમાં 100 ટકા નહીં આપો તો તમને નુકશાન થશે. પહેલા વિરાટ જ રન બનાવી રહ્યો હતો.

આ પણ વાંચો: RCB પ્લેઓફની રેસમાં, સિઝનમાં આવું કરનાર પ્રથમ ટીમ બની

કેવી રહી મેચ
ગઈ કાલની મેચમાં હૈદરાબાદની શરૂઆત ખુબ ખરાબ જોવા મળી હતી. સૌથી ખરાબ વાત એ હતી કે ટ્રેવિસ હેડ માત્ર 1 રન બનાવી શક્યો હતો. એડન માર્કરામે 7 રન બનાવ્યા હતા. અભિષેક શર્માએ 13 બોલમાં 31 રન બનાવ્યા હતા. હૈદરાબાદની ટીમ શરૂઆતથી જ નબળી જોવા મળી રહી હતી. હૈદરાબાદની ટીમ સતત વિકેટ ગુમાવી રહી હતી. શાહબાઝ અહેમદે 40 રન બનાવ્યા તો કેપ્ટન પેટ કમિન્સે 31 રન બનાવ્યા હતા. IPL 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદ અત્યાર સુધી તમામ મેચ પોતાના હોમ ગ્રાઉન્ડ પર જીતી હતી. પરંતુ ગઈ કાલની મેચમાં આરસીબીની ટીમે આ વર્ચસ્વનો અંત લાવી દીધો હતો. ગઈ કાલે હૈદરાબાદની ટીમની હાર થઈ હતી.