May 7, 2024

RCBની જીત સાથે 25નાં આંકડાનું શું છે કનેક્શન?

IPL 2024: ફાફ ડુપ્લેસીસની આગેવાની હેઠળની RCBને આખરે 2જી વખત જીત થઈ છે. 6 વખત મેચમાં હાર મળ્યા પછી જીત થાય છે તો તે જીત ખુબ સારી લાગે છે. ગુરુવારે RCBના ખેલાડીઓની આક્રમકતા જોવા મળી હતી. ગઈ કાલની મેચમાં RCBની જીત બાદ RCB સાથે 25 તારીખને લઈને ટ્રેન્ડ શરૂ થયો હતો. જાણો 25થી RCBની જીત સાથે ખાસ જોડાણ શું છે?

પ્રથમ મેચ જીતી
IPL 2024 22 માર્ચથી શરૂ થઈ હતી. જેમાં પહેલી મેચ RCB અને CSK વચ્ચે રમાઈ હતી. જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સની જીત થઈ હતી. એ પછી RCBની ટીમ 25 માર્ચેના મેદાનમાં રમવા માટે પહોંચી હતી. આ મેચ પંજાબની સામે હતી. જેમાં RCBનો વિજ્ય 4 વિકેટે થયો હતો અને પ્રથમ જીતનું ખાતું ખોલાવ્યું હતું. આ સમયે કોઈને ખબર ના હતી કે RCBની ટીમને જીત માટે એટલી બધી રાહ જોવી પડશે. આટલું જ નહીં ટીમને ઘર આંગણે પણ હારવાનો વારો આવ્યો છે. એક બાદ એક 6 મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ગઈ કાલે જીત મેળવી તે તારીખ પણ 25 હતી.

આ પણ વાંચો: SRHએ IPLના ઈતિહાસમાં પ્રથમ વખત આ કારનામું કર્યું!

પ્લેઓફમાં જવાની આશા હજુ જીવંત
RCBને બીજી જીત માટે આખો મહિનો રાહ જોવી પડી હતી. જોકે ગઈ કાલની મેચ ખુબ મહત્વની હતી. જો ગઈ કાલની મેચમાં આરસીબીની ટીમ હારી જાત તો ટીમ પ્લેઓફની રેસમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગઈ હોત. પરંતુ એ પણ અહિંયા વાત ચોક્કસ છે કે ટોપ 4 સુધી પહોંચવું હજુ પણ ઘણું મુશ્કેલ છે RCB માટે. પરંતુ હવે ટીમને સતત જીત મેળવી પડશે. બાકી હવે આ ટીમ એક પણ મેચ હારશે તો હવે RCB આગળની કોઈ મેચ રમી શકશે.