April 27, 2024

Poco X6 Pro: આવી ગયો ભારતનો પહેલો સ્માર્ટફોન

poco_x5_pro_poco

ભારતમાં દિગ્ગજ સ્માર્ટફોન નિર્માતા કંપની માર્કેટમાં એક નવા સ્માર્ટફોન સીરિઝને લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ સીરિઝ અંતર્ગત Poco X6  અને Poco X6 Pro મૉડલ જોવા મળશે. કંપનીએ પહેલા જ જણાવી દિધું છેકે આ સીરિઝનો ફોન 11 જાન્યુઆરીના લોન્ચ થશે. જેમાં ઘણા જ જોરદાર ફીચર્સ અને સ્પેસિફિકેશન જોવા મળશે.

પહેલો સ્માર્ટ ફોન

Poco X6 Pro ભારતનો પહેલો સ્માર્ટફોન હશે. જે Xiaomiની HyperOS ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલશે. જે શાઓમીના સૌથી નવો ઓપરેટિંગ સિસ્ટમ છે. જે એન્ડરોઈડ 14 OS ઓપરેટિંગ સિસ્ટમ બેસ્ડ છે. બીજી તરફ Poco X6 માટે કંપની એન્ડરોઈડ 14 પર બેસ્ડ MIUI આઉટ-ઓફ-ધ-બોક્સ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી સકે છે.

આ પણ વાંચો: થેમ્સના કિનારે ડિફેન્સ થિયરી, રાજનાથસિંહ કરશે સૈન્ય સમજુતીની ચર્ચા

Poco X6 Proના ફિચર્સ

Poco એ એક ચાઈનીધ કંપની છે. જેને ફોનના લોન્ચિંગ વિશે જણાવ્યું છેકે, 11 જાન્યુઆરીના સાંજે 5:30 સુધીમાં સ્માર્ટફોન સીરિઝ લોન્ચ થશે. જેને તમે ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ડ પરથી ખરીદી શકો છો. Poco X6 Pro મીડિયાટેક ડાયમેન્શન 8300 અલ્ટ્રા ચિપસેટના સપોર્ટ સાથે લોન્ચ કરવામાં આવશે. આ સિવાય Poco X6ને Snapdragon 7s Gen 2 ચિપસેટ સાથે માર્કેટમાં લોન્ચ કરી શકાય છે. Poco X6 Proની તસવીરમાં 64MP OIS કેમેરા પણ જોવા મળે છે. જો કે, કંપનીએ કેમેરા ફિચર્સની સત્તાવાર પુષ્ટિ કરી નથી.