May 6, 2024

ટેસ્લા કંપનીએ 20 લાખ ઇલેક્ટ્રિક કારને કેમ પરત મંગાવી?

A Tesla Model Y on a Tesla car lot in Austin, Texas, on May 31, 2023.

નવી દિલ્હી: ભારત સહિત વિશ્વભરમાં હાલ ટેક્નોલોજીનો જમાનો છે, ટેક્નોલોજીનો સમય આપણા માટે જેટલો ફાયદાકારક છે તેટલો નુકસાનકારક પણ છે. એવો જ એક કિસ્સો ટેક્નોલોજીના બાદશાહ ગણાતા એલોન મસ્કની ટેસ્લા કંપની વિવાદમાં આવી હતી. થોડા સમય પહેલાં જ ટેસ્લા(Tesla) કંપનીએ અમેરિકામાં મોટા પાયે 2 મિલિયન ઇલેક્ટ્રિક વાહનો(EVs) ને પરત કરવામાં રિકોલ (Recall) ઓર્ડર જારી કરી રહી છે. ઓટો પાયલોટની સિસ્ટમની ખામી સર્જાતા કંપનીએ કાર પાછી ખેંચવા નિર્ણય લીધો છે.

ટેસ્લાની ઓટો પાયલોટ સિસ્ટમ

ઓટો પાયલોટ શું છે?
ઓટો પાયલોટ એ કારને આપમેળે ચલાવવાની ટેક્નોલોજી છે. જો કે, ઓટો પાયલોટ અર્થ એ નથી કે ડ્રાઇવરે કાર ચલાવવા માટે કંઈ કરવાની જરૂર નથી, પરંતુ ટેસ્લાની આ સિસ્ટમ ફક્ત સ્ટીયરિંગ વ્હીલને આપમેળે ખસેડે છે અને કારને લેનમાં રાખે છે. આ ઉપરાંત, તે હાઇવે પર લેન બદલવામાં પણ મદદ કરી શકે છે.

ઓટો પાયલોટ સિસ્ટમ જવાબદાર
અમેરિકામાં અનેક અકસ્માતોને કારણે ટેસ્લા ઓટો પાયલોટ સિસ્ટમ અત્યંત વિવાદાસ્પદ રહી છે અને આ સિસ્ટમને જવાબદાર ગણાવી હતી. બીજી બાજુ નેશનલ હાઇવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશન (NHTSA) એ એલોન મસ્કની કંપની ટેસ્લા દ્વારા ઉત્પાદિત વાહનો એ સુનિશ્ચિત કરે છે કે ડ્રાઇવરો તેમને ચલાવતી વખતે સંપૂર્ણ ધ્યાન આપે છે કે કેમ તે નિર્ધારિત કરવા માટે બે વર્ષ સુધી આ બાબતની તપાસ કરી હતી.

અમેરિકામાં ટેસ્લા કારના અનેક એક્સિડન્ટ જોવા મળ્યાં

ટેસ્લાનું નિવેદન સૉફ્ટવેર અપડેટ કરીશું
બીજી બાજુ ટેસ્લા કંપનીએ નિવેદન આપ્યું કે અમે NHTSA ના વિશ્લેષણ સાથે સહમત નથી. જો કે, અમે અમારી કંપનીની કાર પાછી લેવાનો અને સોફ્ટવેર બદલવાનો નિર્ણય લીધો છે. વધુમાં કહ્યું કે અમે આ કારોમાં કંપની દ્વારા સૉફ્ટવેર અપડેટ કરીશું જે “હાલની સિસ્ટમમાં વધારાના નિયંત્રણો અને ચેતવણીઓ”નો સમાવેશ કરવામાં આવશે અને ડ્રાઇવરની જવાબદારીને પ્રોત્સાહન કરશે. વાહનની આસપાસના ટ્રાફિકનું મૂલ્યાંકન કરવા માટે ઓટોપાયલટ ટેસ્લા વાહનો પર કેમેરા અને સેન્સરનો ઉપયોગ કરે છે. તે વાહનને સલામત લેનમાં રાખવા માટે રસ્તાઓ પર લેન માર્કર્સનું પણ નિરીક્ષણ કરે છે. જો કે, કેટલાંક લોકો ટેસ્લા કારની ઓટોપાયલટ સિસ્ટમ સામે લાંબા સમયથી દલીલ કરતાં હતાં અને આ સિસ્ટમ ખામીયુક્ત માનતા હતા.