April 27, 2024

ફેબ્રુઆરી 2024માં ઇલેક્ટ્રિક ટુ વ્હીલરની માંગ વધી

અમદાવાદ: દેશમાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલરની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે તમને સવાલ થતો હશે કે ઈલેક્ટ્રિક સ્કૂટર અને બાઈકનું વેચાણ કેટલું થયું છે. ચાલો અમે તમને આ વિશે જણાવીએ.

અહેવાલ બહાર પાડ઼્યો
ફેબ્રુઆરી 2024 નો અહેવાલ FADA દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં નવી દિલ્હી ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન દ્વારા માહિતી આપવામાં આવી હતી. ગયા મહિને દેશભરમાં મોટી સંખ્યામાં ઈલેક્ટ્રીક ટુ-વ્હીલરનું વેચાણ થયું હોવાનું સામે આવ્યું હતું. FADA દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર ફેબ્રુઆરી 2024 દરમિયાન દેશભરમાં કુલ 82237 ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરનું વેચાણ કરવામાં આવ્યું હતું. વાર્ષિક ધોરણે આ વધારની વાત કરવામાં આવે તો તે 24.43 ટકા કહી શકાય.

પ્રથમ સ્થાને રહી
રિપોર્ટમાં આપેલી માહિતી અનુસાર, ઈલેક્ટ્રિક સ્કૂટર મેન્યુફેક્ચરિંગ કંપની ઓલા ઈલેક્ટ્રિક પણ ફેબ્રુઆરી 2024માં ટુ-વ્હીલરના વેચાણના સંદર્ભમાં ટોપ-10ની યાદીમાં પહેલા સ્થાને રહી હતી. કંપનીએ છેલ્લા મહિનામાં કુલ 33846 વાહનોનું વેચાણ થયું હતું. ગયા વર્ષની વાત કરવામાં આવે તો ફેબ્રુઆરી મહિનામાં ઈલેક્ટ્રિક સ્કૂટરના 17773 યુનિટનું વેચાણ થયું હતું અને નવા વર્ષની શરૂઆત થતા જાન્યુઆરી 2024માં 32252 યુનિટ વેચાયા હતા.

ગ્રીવ્સ ઇલેક્ટ્રિક મોબિલિટી
FADAના રિપોર્ટમાં આપેલી માહિતી અનુસાર, ગ્રીવ્સ ઈલેક્ટ્રિક મોબિલિટી ટોપ-5 ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સની યાદીમાં સ્થાન મળ્યું છે. કંપનીએ ફેબ્રુઆરી 2024 દરમિયાન કુલ 2484 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. જ્યારે જાન્યુઆરી 2024 દરમિયાન આ સંખ્યા 2352 પર પહોંચી ગઈ હતી. વર્ષના આધાર પર, કંપનીએ ફેબ્રુઆરી 2023 દરમિયાન 153 યુનિટ્સનું વેચાણ કરવામાં આવ્યું હતું. આ તમામ માહિતીમાં એક વાત તો ક્લિયર છે કે ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે.

બીજા ક્રમે
ટીવીએસ મોટર્સ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સેગમેન્ટમાં 2 જા ક્રમે સ્થાન મળ્યું છે. ફેબ્રુઆરી 2024 દરમિયાન કુલ 14537 યુનિટ્સનું વેચાણ થયું હતું અને વર્ષની શરૂઆત થતાની સાથે જ ન્યુઆરી 2024 દરમિયાન આ આંકડો 15224 હતો.બજાજ ઓટની વાત કરવામાં આવે તો બજાજ ઓટોએ ફેબ્રુઆરી 2024 દરમિયાન કુલ 11698 યુનિટ્સનું વેચાણ થયું હતું. ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં બજાજ ઓટોએ ટુ વ્હીલરના 1219 યુનિટ વેચાયા હતા.