May 8, 2024

સાબરકાંઠાના વયોવૃદ્ધ-દિવ્યાંગ 520 મતદારોએ ઘરે બેઠાં પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

sabarkantha 520 elderly-disabled voters cast their votes postal ballot home

સાબરકાંઠાઃ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણીઓ – 2024માં વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર નૈમેષ દવેના માર્ગદર્શનમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. જેમાં સારો જનપ્રતિસાદ મળી રહ્યો છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાનના દિવસે મતદારો માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. તેનાથી મતદારો પોતાનનો મત આપી શકે.

આ સાથે મતદાનના દિવસે મતદાન મથકે જઈ ન શકે તેવા સાબરકાંઠા જિલ્લાના 430 વયોવૃદ્ધ અને 125 દિવ્યાંગ મતદારો ઘરે બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. તે વિસ્તારના બી.એલ.ઓ.ને પોસ્ટલ બેલેટ સાથે મતદારના ઘરે જઈ મતદાન કરાવ્યું હતું. મતવિસ્તાર પ્રમાણે જોઇએ તો 27-હિંમતનગર વિધાનસભા મત વિસ્તારમાં 83 વયોવૃદ્ધ અને 21 દિવ્યાંગો એમ કુલ 104 પૈકી 100 મતદારોએ મતદાન કર્યું હતું.

28-ઇડરના 132 વયોવૃદ્ધ અને 39 દિવ્યાંગો એમ કુલ 171 પૈકી 162 મતદારોએ મતદાન કર્યું હતું. 29-ખેડબ્રહ્માના 65 વયોવૃદ્ધ અને 29 દિવ્યાંગો એમ કુલ 94 પૈકી 82 મતદારોએ મતદાન કર્યું હતું. 33-પ્રાંતિજ વિધાનસભા મત વિસ્તારમા 150 વયોવૃદ્ધ અને 36 દિવ્યાંગો એમ કુલ 186 પૈકી 176 મતદારોએ મતદાન કર્યું હતું. આ રીતે કુલ 430 વયોવૃદ્ધ અને 125 દિવ્યાંગ એમ કુલ 555 મતદારોમાંથી 520 મતદારોએ ઘરે બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.