May 12, 2024

ટાટા મોટર્સના વાહન સસ્તા ખરીદવાની તક!

અમદાવાદ: આજના સમયમાં દરેકને કાર લેવી પસંદ છે. પરંતુ મોટા ભાગના લોકોને કારનું બજેટ ખુબ ઓછું હોય છે. જોકે કાર કંપનીઓનું પણ સોના ભાવ જેવું છે, જેનો ભાવ દિવસે દિવસે વધી રહ્યો છે. ભાવ ઓછો થશે તેવું તો વિચારવાનું જ ભૂલી જવાનું. શું તમે ટાટા મોટર્સના વાહનોમાંથી વાહનની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો? તો તમારી પાસે મોકો છે કે તમે સસ્તા ભાવે ટાટા મોટર્સના વાહનોની ખરીદી કરી શકો છો. કારણ કે જો તમે 1 એપ્રિલ, 2024 પછી ટાટા મોટર્સના કોઈ પણ વાહનની ખરીદી કરવા જશો તો તમારે 2 ટકા વધારે ભાવ ચૂકવવા પડશે.

જાહેરાત કરવામાં આવી
ટાટા મોટર્સે 7 માર્ચના જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે કોમર્શિયલ વાહનોના ભાવમાં 2 ટકાનો વધારો કરવામાં આવશે. આ વધારો 1 એપ્રિલ, 2024 લાગુ કરી દેવામાં આવશે. કંપનીએ આપેલી જાહેરાતમાં તેવું પણ કહેવામાં આવ્યું કે ખર્ચને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે તે પણ વાત કહેવામાં આવી કે આ ભાવ વધારાની અસર માત્ર કોમર્શિયલ વાહનોના ભાવ પર પડશે. તમને જણાવી દઈએ કે કંપની કોઈ પણ પેસેન્જર વાહનોના ભાવમાં ફેરફાર કરશે નહીં.

ટાટા મોટર્સ
કોમર્શિયલ વાહનોના ભાવમાં 2 ટકાનો વધારો કરવાની કંપની તરફથી કરવામાં આવી છે. જે 1 એપ્રિલ, 2024થી લાગુ કરી દેવામાં આવશે. કંપનીના ખર્ચને ધ્યાનમાં રાખીને ભાવ વધારવામાં આવ્યો છે. કંપનીએ તેના કોમર્શિયલ વાહનોની કિંમતો વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે પણ વાહનોમાં ભાવ વધારો કરવામાં આવશે તે તેના મોડલ અને વેરિઅન્ટ અનુસાર કરવામાં આવશે. સોમવારે એટલે કે આજે ટાટા મોટર્સના બોર્ડે કંપનીના બિઝનેસને કોમર્શિયલ વ્હિકલ અને પેસેન્જર વ્હીકલ બિઝનેસમાં વિભાજીત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. કંપની તરફથી આપેલી માહિતી પ્રમાણે આ નિર્ણય વિકાસને વેગ આપવા લેવામાં આવ્યો છે.

ટાટા મોટર્સના શેર
કંપનીના વિભાજનના સમાચારને કારણે ટાટા ગ્રુપના શેરમાં વધારો થવા લાગ્યો છે તેનું માર્કેટ કેપ 7 માર્ચે રૂપિયા 3,45,284.19 કરોડ હતું. જે 11 માર્ચે ઘટીને રૂપિયા 3,40,433.90 કરોડ થયું હતું, આમ રોકાણકારોને રૂપિયા 4,850.29 કરોડનું નુકસાન થયું હતું. ટાટા મોટર્સના સ્પિલિટ અને તે બાદ ટાટ સન્સના IPOના કારણે ટાટા ગ્રુપની ઘણી કંપનીઓના શેરમાં તેજી જોવા મળી છે. ગત સપ્તાહે સૌથી વધારે તેજી ટાટા કેમિકલ્સના શેરમાં 35 ટકાનો વધારો જોવા મળ્યો છે. જે બાદ આજે સોમવારે બજાર ખુલતાની સાથે જ ટાટા ગ્રુપની ઘણી કંપનીના શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાટા કેમિકલ્સના શેરમાં 10 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે તેમાં લોઅર સર્કિટ લાગી ગયું. જેનું મુખ્ય કારણ ટાટા સન્સની લિસ્ટિંગને લઈને કોઈ સચોટ જાણકારી નહીં મળવાનું માનવામાં આવે છે.