April 27, 2024

બાંદાથી મુખ્તાર અન્સારીનો મૃતદેહ ગાઝીપુર જવા રવાના

Mukhtar Ansari Death: મુખ્તાર અન્સારીનો મૃતદેહ બાંદાથી કડક સુરક્ષા વચ્ચે ગાઝીપુર જવા રવાના થયો હતો. મુખ્તારના મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ પોલીસ તેના મૃતદેહને લઈને ગાઝીપુર જવા રવાના થઈ ગઈ છે. ચુસ્ત સુરક્ષા વચ્ચે મુખ્તારનો મૃતદેહ રવાના થયો હતો. મુખ્તારના મૃતદેહ સાથે કાફલામાં લગભગ એક ડઝન વાહનો સામેલ છે, મુખ્તારનો પુત્ર ઓમર અંસારી પણ મૃતદેહ સાથે હાજર છે. મુખ્તાર અંસારીના પુત્ર ઉમર અંસારી મૃતદેહને લેવા માટે બાંદા મેડિકલ કોલેજ પહોંચ્યા છે. ઉમર સાથે અબ્બાસ અંસારીની પત્ની નિકહત અંસારી પણ હાજર છે.

મુખ્તાર અંસારીના જનાજામાં પરિવારના સભ્યો અને નજીકના સંબંધીઓ હાજરી આપશે
માહિતી અનુસાર, પરિવારના સભ્યો અને નજીકના સંબંધીઓને મુખ્તાર અંસારીના જનાજામાં સામેલ થવાની છૂટ આપવમાં આવી છે. જેમની સંખ્યા 100 આસપાસ હશે તેમને ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે.

પરિવાર સાંજે 4.30 વાગ્યે મુખ્તારના મૃતદેહને ગાઝીપુર લઈ જવામાં આવ્યો
મુખ્તાર અંસારીના મૃત્યુ બાદ બાંદા મેડિકલ કોલેજના ડોકટરોની પેનલ મુખ્તાર અંસારીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ પરિવાર લગભગ 4.30 વાગ્યે મુખ્તાર અંસારીના મૃતદેહને ગાઝીપુર જવા રવાના થયા હતા.

મુખ્તાર અંસારીના મૃત્યુ પર અસદુદ્દીન ઓવૈસીની પ્રતિક્રિયા
મુખ્તાર અંસારીના મોત પર AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે જો મૃતકના પરિવારજનો કોઈ નિવેદન આપે છે તો તેનો કંઇક અર્થ છે, પરિવાર કહી રહ્યો છે કે તેને સ્લો પોઈઝન આપવામાં આવ્યું છે. જે હોસ્પિટલમાં તેને લઈ જવામાં આવ્યો હતો ત્યાં યોગ્ય ડોકટરો નથી, હું ઈચ્છું છું કે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને પરિવારની માંગણીઓ સંતોષવામાં આવે. આ પહેલા સૂટ આઉટ થયો હતો અને આ વખતે સ્લો પોઈઝન આપવામાં આવ્યું હતું. શું રાજનીતિ છે, જે ન્યાયિક કસ્ટડીમાં છે અને આ બીજો કિસ્સો છે, પરિવારે આશંકા વ્યક્ત કરી છે કે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, તો આમાં રાજકારણ શું છે, આમાં ન્યાય મળવો જોઈએ.મેં હંમેશા કહ્યું હતું કે રાજ્ય બંદૂકથી નહીં પરંતુ નિયમોથી ચાલે છે.

કાલી બાગ કબ્રસ્તાનમાં મુખ્તાર અંસારીને દફનાવવામાં આવશે
પોસ્ટમોર્ટમ બાદ મુખ્તાર અંસારીના મૃતદેહને ગાઝીપુર જિલ્લાના મોહમ્મદબાદ યુસુફપુર સ્થિત તેમના પૈતૃક આવાસ પર લઈ જવામાં આવશે. પરિવારના સૂત્રોએ જણાવ્યું કે અંસારીના મૃતદેહને કાલી બાગ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે, જે અંસારી પરિવારના નિવાસસ્થાનથી લગભગ અડધો કિલોમીટર દૂર છે. વધુમાં જણાવ્યું કે, આ કબ્રસ્તાનમાં મુખ્તારના માતા-પિતાની કબરો છે.

મૃત્યુની તપાસ સુપ્રીમ કોર્ટના સીટિંગ જજ હેઠળ થવી જોઈએ.
મુખ્તાર અંસારીના મોત પર સપાના સાંસદ ડૉ.એસ.ટી હસને કહ્યું કે આ તપાસનો વિષય છે. તેની તપાસ સુપ્રીમ કોર્ટના સીટિંગ જજ હેઠળ થવી જોઇએ, નિવૃત જજ હેઠળ તપાસ થઇ જોઇએ નહીં, જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે, તે નેચરલ ડેથ છે કે, પોલિટિકલ ડેથ છે. બીજી તરફ અબ્બાસ અંસારીને પેરોલ ન મળવા પર સપા સાંસદે કહ્યું કે ન્યાયિક ઈતિહાસમાં આનાથી મોટો કોઈ ડાઘ હોઈ શકે નહીં.