April 27, 2024

રાજસ્થાનમાં કોંગ્રેસના નેતાએ PM મોદી પર કરી ટિપ્પણી, ભાજપ ચૂંટણી પંચને કરશે ફરિયાદ

જયપુર: લોકસભા ચૂંટણી પહેલા રાજસ્થાનમાં નેતાઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. દરમિયાન કોંગ્રેસના વધુ એક નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરીને નવો વિવાદ સર્જ્યો છે. અજમેર લોકસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર રામચંદ્ર ચૌધરીએ પીએમ મોદી પર ટિપ્પણી કરી હતી. તેમના નિવેદન પર ભાજપ રોષે ભરાયો છે અને ચૂંટણી પંચને ફરિયાદ કરવાની તૈયારી કરી રહી છે.

આ પણ વાંચો: કોંગ્રેસને ઈન્કમટેક્સની નોટિસ, 1700 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો

ભાજપની ચૂંટણી પ્રબંધન સમિતિના સહ-સંયોજક અને વિરાટનગરના ધારાસભ્ય કુલદીપ ધનખરે કહ્યું કે કોંગ્રેસના નેતાઓએ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાથી અને ભાજપના વરિષ્ઠ નેતાઓ વિરુદ્ધ ટિપ્પણી કરવાનું ટાળવું જોઈએ. અજમેર લોકસભાના કોંગ્રેસના ઉમેદવારે પીએમ મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી છે. જેની સામે અમે ચૂંટણી પંચમાં ફરિયાદ કરીશું. તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતાઓમાં એટલી હતાશા અને નિરાશા છે કે તેઓ દરરોજ ભાજપના નેતાઓ સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે.

આ પણ વાંચો: શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર અકસ્માત, 10 લોકોનાં મોત

કોંગ્રેસના ઉમેદવારે આ નિવેદન આપ્યું હતું
ઉલ્લેખનીય છે કે અજમેરથી કોંગ્રેસના ઉમેદવાર રામચંદ્ર ચૌધરીએ બુધવારે એક કાર્યક્રમ દરમિયાન મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે કેન્દ્ર સરકારે ખેડૂતોના ત્રણ કાયદા બદલવાનો પ્રયાસ કર્યો છે. એટલે કે તે ખેડૂતો માટે ત્રણ કાયદા લાવ્યા હતા, પરંતુ, આંદોલનના કારણે મોદી સરકારને ખેડૂતો સમક્ષ ઝુકવું પડ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના ઉમેદવાર ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે પણ ટિપ્પણી કરી હતી, જેના પર ભાજપ ખૂબ નારાજ છે.