April 27, 2024

શરમજનક હાર બાદ હાર્દિક પંડ્યા પોતાનો બચાવ કરતા જોવા મળ્યો

IPL 2024: ગઈ કાલની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 31 રનથી હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. હાર્દિક પંડ્યાની ટીમને IPL 2024ની બીજી મેચમાં પણ હારવાનો વારો આવ્યો હતો. આ વચ્ચે હાર્દિક પોતાનો બચાવ કરી રહ્યા હતા. હાર્દિક પંડ્યાએ આ સિઝનમાં મુંબઈની સતત બીજી હાર પર ચોંકાવનારું નિવેદન આપ્યું છે.

શરમજનક હારનો સામનો
હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ IPLની 17માં બીજી વખત ટીમને હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમના બોલરોનું ખુબ ખરાબ પ્રર્દશન જોવા મળ્યું હતું. મેચમાં શરમજનક હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ એક નિવેદન આપ્યું છે. જેમાં તેમણે બોલિંગમાં વધુ સુધારાની વાત કરી હતી. વધુમાં કહ્યું કે અમે વિચાર્યું ન હતું કે આટલો મોટો સ્કોર બનશે. હું એમ નથી કહેતો કે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમના બેટ્સમેનોએ સારી બેટિંગ કરી ન હતી પરંતુ આ મેચમાં 500થી વધુ રન બનાવ્યા હતા. અમે ઘણી વસ્તુઓ કરી શક્યા હોત પરંતુ અમે તે કરી શક્યા નથી. આવનારી મેચને લઈને અમે અમારું પ્રદર્શન કરીશું.

આ પણ વાંચો: અશ્વિનની નજરમાં ડેથ ઓવર માટે જાણીતો આ છે ‘ગુમનામ હીરો’

11 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં મુંબઈની ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે આગળ જઈને તેમનો આ નિર્ણય ખુબ ખોટો સાબિત થયો હતો. કારણ કે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ બેટિંગમાં ધમાકેદાર સ્કોર કર્યો હતો. સનરાઇઝર્સની ટીમે IPL ઇતિહાસમાં 278 રનનો સૌથી મોટો ટાર્ગેટ આપ્યો હતો. ખાલી 3 વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા હતા. આઈપીએલ ઈતિહાસનો આ સૌથી મોટો સ્કોર છે. આ સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો 11 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો છે.