April 27, 2024

IPL 2024: હાર્દિક પંડ્યાને પરસેવો વળી ગયો, રોહિતે લેવી પડી જવાબદારી

IPL 2024: સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સની મેચમાં હૈદરાબાદની ટીમનો ભવ્ય વિજય થયો હતો. પરંતુ આ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સ ટીમના નવા કેપ્ટન હાર્દિક પંડ્યા પરેશાન થઈ ગયા હતા. આ સમયે ટીમની જવાબદારી પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ લીધી હતી.

ખરાબ પ્રદર્શન કર્યું
હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ગઈ કાલની મેચમાં ખૂબ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. મહત્વની વાત એ છે કે બોલરોનું એટલું ખરાબ પ્રદર્શન જોવા મળ્યું કે સામેની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 277 રન બનાવ્યા હતા. આ બીજી મેચ છે કે ફરી એક વાર હાર્દિકની કેપ્ટનશીપમાં ટીમને હારવાનો વારનો વારો આવ્યો હતો. આ મેચ દરમિયાન જોવા મળ્યું કે હાર્દિક કંઈ સમજી રહ્યો ના હતો. મેચ દરમિયાન તે પરેશાન જોવા મળી રહ્યો હતો. જેના કારણે તેણે રોહિત શર્માની મદદ લીધી હતી.

આ પણ વાંચો: કેવિન પીટરસને હાર્દિક પંડ્યા અંગે આપ્યું આ ચોંકાવનારું નિવેદન

બાઉન્ડ્રી લાઇન પર મૂક્યો
આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી. ખાલી 11 ઓવરમાં સ્કોર 160 રન સુધી પહોંચાડી દીધો હતો. હાર્દિક પંડ્યાની પરેશાની વધી રહી હતી. જેના કારણે તેણે પૂર્વ કેપ્ટની હેલ્પ લીધી હતી. ત્યારબાદ રોહિત સતત ફિલ્ડિંગ પોઝીશન સેટ કરી રહ્યો છે. આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે રોહિત કેવી રીતે હાર્દિકને ગાઈડ કરી રહ્યો છે અને ફિલ્ડિંગ માટે મોકલી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આઈપિએલની ગુજરાત ટાઇટન્સ સામેની મેચ દરમિયાન હાર્દિકે રોહિતને ફિલ્ડિંગ બાઉન્ડ્રી પર મોકલ્યો હતો. જે બાદ ક્રિકેટ ચાહકોએ તે સોશિયલ મીડિયામાં ખુબ ટ્રોલ કર્યો હતો.

જાદુ નથી બતાવી શક્યો
હાર્દિક પંડ્યા લાંબા સમય બાદ મેદાનમાં વાપસી કરી છે. જોકે અત્યાર સુધીમાં IPLની આ સિઝનમાં તે કોઈ હજૂ સુધી કોઈ કમાલ કરી શક્યો નથી. હાર્દિકે ગઈ કાલની મેચમાં 4 ઓવરમાં 46 રન બનાવ્યા હતા. જોકે મહત્વની વાત એ છે કે મુંબઈ ઈન્ડિયન્સે ચોક્કસપણે આ મેચમાં પોતાને મોટી હારમાંથી બચાવી લીધી હતી. પરંતુ એમ છતાં પણ મુંબઈ ઈન્ડિયન્સને 31 રનથી મેચ હારી ગઈ છે.