April 27, 2024

‘હું ચૂપ નથી રહેવાની…’, તારક મહેતાના અસિત મોદી ગણશે જેલના સળિયા! – જેનિફર

મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો સાથે જોડાયેલા જાતીય સતામણી કેસમાં નવો વળાંક આવ્યો છે. જેનિફર મિસ્ત્રી બંસીવાલ સ્થાનિક ફરિયાદ સમિતિના નિર્ણયથી ખુશ નથી. તે હવે શોના નિર્માતા અસિત કુમાર મોદી સામે ક્રિમિકલ કેસમાં કાર્યવાહી કરવા માંગે છે. એટલું જ નહીં આ માટે તે હાઈકોર્ટનો પણ સંપર્ક કરશે. તે પવઈ પોલીસ સ્ટેશન જઈને કેસમાં નોંધાયેલી FIR બદલવાની તૈયારી કરી રહી છે. જો આમ થશે તો અસિત મોદીની મુશ્કેલીઓ વધી શકે છે અને તેમની ધરપકડ પણ થઈ શકે છે. લગભગ એક વર્ષ પહેલા આ શોમાં મિસિસ સોઢીનું પાત્ર ભજવનાર જેનિફરે અસિત મોદી વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ નોંધાવ્યો હતો. આ કેસમાં પોશ કમિટીએ અસિત મોદીને દોષી ઠેરવ્યા છે અને તેના પર 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

મળતી માહિતી અનુસાર જેનિફરે હવે કહ્યું છે કે, ‘મેં પવઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ક્રિમિનલ કેસમાં હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. હવે હું ફરી પોલીસ સ્ટેશન જઈશ. જેનિફરે જણાવ્યું કે તે ગયા અઠવાડિયે ત્રણ વખત એકલી પોલીસ પાસે ગઈ હતી. પરંતુ આ વખતે તે તેના વકીલ સાથે જશે અને પોલીસ તેના કેસમાં ચાર્જશીટ દાખલ કરવાનો આગ્રહ કરશે.

જેનિફર મિસ્ત્રીએ કહ્યું- હું 5-5 કલાક પોલીસ સ્ટેશનમાં બેઠી
જેનિફર કહે છે, ‘દુઃખની વાત છે કે મારા કેસની તપાસ કરી રહેલા અધિકારીઓને ફરીથી સોંપવામાં આવ્યા છે. પણ હું ચૂપ રહેવાની નથી. હું આ મામલે પોલીસ કાર્યવાહી ઈચ્છું છું. મારી સાથે એવું વર્તન કરવામાં આવ્યું કે જાણે હું કોઈ ગુનેગાર હોઉં. મારે પોલીસ સ્ટેશનમાં પાંચ કલાક રાહ જોવી પડી. મારી 10 વર્ષની દીકરીને ઘરે મૂકીને હું પોલીસ સ્ટેશનમાં બેસી અને નાના-નાના મુદ્દાઓ પર વરિષ્ઠ અધિકારીઓની સલાહ લીધી. મેં તમામ 100 ઓડિયો રેકોર્ડિંગ્સ પણ ટ્રાન્સક્રાઈબ કરી અને કેસની તપાસ કરી રહેલા અધિકારીઓને સોંપી દીધા.

‘હું ડરથી ચૂપ રહેવાની નથી’
જેનિફર મિસ્ત્રી બંસીવાલે જાતીય સતામણીનો સામનો કરતી છોકરીઓના મૌન પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેણે કહ્યું, ‘તેમને કેમ લાગે છે કે છોકરીઓ ખુલીને વાત નહીં કરે? આ મને આશ્ચર્યચકિત કરે છે. હું એવા ઘણા લોકોને જાણું છું જેમણે સતામણીનો સામનો કર્યો છે પરંતુ ડરથી ચૂપ રહ્યા છે. તે ખરેખર નિરાશાજનક છે.’

આ પણ વાંચો: તારક મહેતા…જાતીય સતામણીના કેસમાં જેનિફરની જીત, અસિત મોદીને ફટકાર્યો દંડ 

‘જાતીય સતામણીના કેસમાં માત્ર વળતર યોગ્ય નથી’
જેનિફરે વધુમાં કહ્યું કે, ‘મેં આ કેસ પૈસા, દંડ કે વળતર માટે કર્યો નથી. શરૂઆતમાં મેં મારી ફી વિશે વિચાર્યું પણ નહોતું. હવે મિત્રોની સલાહથી મેં તેને આગળ ધપાવી છે. શા માટે મારે મારી મહેનતથી કમાયેલા પૈસા જવા દેવા જોઈએ?’ જેનિફરે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેનું લક્ષ્ય વળતર નથી, પરંતુ જવાબદારી છે. ‘તે માત્ર પૈસા માટે નથી,’ તે કહે છે. સજા વિના, માત્ર વળતર ખોટા કાર્યોને પ્રોત્સાહન આપે છે. 5 લાખ રૂપિયા કોઈ મોટી રકમ નથી. તેથી હું આ મામલાને હાઈકોર્ટમાં લઈ જઈશ. હું આ માટે તૈયાર છું.

સુનાવણી દરમિયાન જેનિફર અસિત મોદીને બે વાર મળી હતી
અસિત મોદી સાથેની તેની તાજેતરની મુલાકાતો વિશે વાત કરતાં જેનિફરે કહ્યું, ‘હું પોશ (સેક્સ્યુઅલ હેરેસમેન્ટ પ્રિવેન્શન કમિટી)ની સુનાવણી દરમિયાન અસિત મોદીને બે વાર મળી હતી. શરૂઆતમાં તેણે મારી અવગણના કરી. તેઓ સમિતિના સભ્યોને પ્રભાવિત કરવામાં વ્યસ્ત રહ્યા. તેણે ‘તારક મહેતા…’ના યુનિટને તેનો પરિવાર કહ્યો અને દાવો કર્યો કે તેઓ તેની સંભાળ રાખે છે.

અસિત મોદીએ આર્થિક તંગીનો ઉલ્લેખ કર્યો
જેનિફરનું કહેવું છે કે પોશની બીજી સુનાવણી દરમિયાન અસિત મોદીએ આર્થિક સંકડામણને લઇને કહ્યું કે તે વળતર નહીં ચૂકવે. જેનિફર કહે છે, ‘તેણે એવો સવાલ પણ કર્યો હતો કે હું શૈલેષ લોઢા અને માલવ રાજદાથી પ્રભાવિત થઈ રહી છું અને તેઓ મને ઉશ્કેરી રહ્યા છે. તેણે બીજાના નામ લેવાનું શરૂ કર્યું, પરંતુ જ્યારે તેને ખબર પડી કે હું અમારી વાતચીત રેકોર્ડ કરી રહી છું, ત્યારે તેણે મારો ફોન ચેક કરવાની માંગ કરી.