April 27, 2024

ઇલેક્ટ્રિક વાહનો પર FAME-2 સબસિડી લંબાવવામાં આવી

Electric Vehicles: ઇલેક્ટ્રિક વાહનો પર FAME સબસિડી મેળવનારા લોકો માચે સારા સમાચાર છે. સરકારે કહ્યું છે કે બીજા તબક્કામાં FAME સબસિડી લેનારાઓને 31 માર્ચ 2024 સુધી અથવા ભંડોળ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી આ લાભ મળશે. આ માહિતી શુક્રવારે આપવામાં આવી હતી. ઉદ્યોગ મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપી હતી.

ભંડોળ વધારી દેવામાં આવ્યો
દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે FAME-2 કાર્યક્રમનો ખર્ચ રૂપિયા 10,000 કરોડથી વધારવામાં આવ્યો છે. જે વધારીને 11,500 કરોડ કરવામાં આવ્યો છે. મંત્રાલયના નિવેદનમાં આપેલી માહિતી અનુસાર લોકોને ઈલેક્ટ્રિક વાહનો તરફ આકર્ષવા બીજા તબક્કામાં 10,000 કરોડથી 11,500 કરોડ ભંડોળ વધારી દેવામાં આવ્યો છે. જેના કારણે દેશમાં ઇલેક્ટ્રિક વાહનો વધુમાં વધુ ખરીદી કરે. આ સબસિડી 31 માર્ચ, 2024 સુધી વેચાયેલા ઇલેક્ટ્રિક-2 વ્હીલર્સ, ઇલેક્ટ્રિક-3 વ્હીલર્સ અને ઇલેક્ટ્રિક-4 વ્હીલર્સ માટે હશે.

ઇલેક્ટ્રિક સ્કૂટર્સનું વેચાણ
ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ, ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર અને ઇલેક્ટ્રિક ફોર-વ્હીલર્સ રૂપિયા 7,048 કરોડની સબસિડી મેળવવા માટે પાત્ર ગણવામાં આવશે.આ સિવાય મૂડી રોકાણ માટે ગ્રાન્ટ તરીકે રૂપિયા 4,048 કરોડ ફાળવવામાં આવ્યા છે. બીજી તરફ ‘અન્ય’ કેટેગરી માટે 400 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ટાટા મોટર્સ, મહિન્દ્રા અને એમજી મોટર જેવી કંપનીઓની ઇલેક્ટ્રિક કાર અને ઓલા ઇલેક્ટ્રિક, ટીવીએસ, બજાજ અને એથર જેવી કંપનીઓના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ દર મહિને સારી રીતે વેચાઈ રહ્યા છે.

કાઇનેટિક ગ્રીને ઇલેક્ટ્રિક લુના
લાંબા સમયની રાહ બાદ આખરે લુના ભારતીય બજારમાં પરત ફરી છે. ભારતમાં રૂપિયા 70 હજારમાં લોન્ચ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ આ ઈલેક્ટ્રિક મોપેડ દેખાવ, સુવિધાઓ અને તાકાત તેમજ રેન્જ અને સ્પીડની દ્રષ્ટિએ ખૂબ જ જબરદસ્ત જોવા મળી રહ્યું છે.  Kinetic e-Luna ભારતમાં 69,990 રૂપિયામાં લોન્ચ કરાઈ છે. ખાસ વાત તો એ છે કે કેન્દ્રીય માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ લુના ઈલેક્ટ્રીક લોન્ચ કરી છે. કંપનીએ દાવો કર્યો છે કે આ ઈલેક્ટ્રિક મોપેડ દરરોજ માત્ર 10 રૂપિયામાં ચાલી શકે છે, તેથી તેને દર મહિને ચલાવવા માટે માત્ર 300 રૂપિયાનો ખર્ચ થશે. કંપનીનું આ કહેવું છે કે ગ્રાહકો તેને માત્ર 2000 રૂપિયાના માસિક હપ્તા પર ફાઇનાન્સ કરી શકે છે.