September 21, 2024

Kinetic e-Luna 70 હજાર રૂપિયામાં લોન્ચ, આકર્ષક છે ફીચર્સ

Kinetic E-Luna: લાંબા સમયની રાહ બાદ આખરે લુના ભારતીય બજારમાં પરત ફરી છે. ભારતમાં રૂપિયા 70 હજારમાં લોન્ચ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ આ ઈલેક્ટ્રિક મોપેડ દેખાવ, સુવિધાઓ અને તાકાત તેમજ રેન્જ અને સ્પીડની દ્રષ્ટિએ ખૂબ જ જબરદસ્ત જોવા મળી રહ્યું છે. તો ચાલો તમને નવી લુના ઇલેક્ટ્રિકની સફરે લઈ જઈએ.

નવા અવતારમાં લોન્ચ
અંદાજે 54 વર્ષ પહેલા કાઈનેટિકે સામાન્ય લોકો માટે ખૂબ જ સસ્તી કિંમતે આવા મોપેડ બનાવવામાં આવ્યા હતા. જે તમામ ઉંમરના લોકોને પસંદ આવી રહ્યા હતા. ત્યારે હવે 1970 પછી જાણે લુનાનો પુનર્જન્મ થયો હોય તેવું લાગી રહ્યું છે. Kinetic e-Lunaને ભારતમાં તેના નવા અવતારમાં લોન્ચ કરવામાં આવ્યું છે, જે બેટરી પર ચાલે છે, તેની રનિંગ કોસ્ટ ઘણી ઓછી છે અને તે સ્ટ્રેન્થ અને ફીચર્સની દ્રષ્ટિએ પણ ઘણું સારૂ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. Kinetic e-Luna ભારતમાં 69,990 રૂપિયામાં લોન્ચ કરાઈ છે. ખાસ વાત તો એ છે કે કેન્દ્રીય માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ લુના ઈલેક્ટ્રીક લોન્ચ કરી છે. કંપનીએ દાવો કર્યો છે કે આ ઈલેક્ટ્રિક મોપેડ દરરોજ માત્ર 10 રૂપિયામાં ચાલી શકે છે, તેથી તેને દર મહિને ચલાવવા માટે માત્ર 300 રૂપિયાનો ખર્ચ થશે. કંપનીનું આ કહેવું છે કે ગ્રાહકો તેને માત્ર 2000 રૂપિયાના માસિક હપ્તા પર ફાઇનાન્સ કરી શકે છે.

આ પણ વાંચો: Shark Tank Indiaમાં આવી AI હાઇડ્રોજન કાર

બેટરી, પાવર, રેન્જ અને સ્પીડ
કાઇનેટિક ઇ-લુનામાં 2 kWh બેટરી રાખવામાં આવી છે. રેન્જ અને સ્પીડની વાત કરીએ તો, તેની બેટરીને ફુલ ચાર્જ કરવા પર, કંપનીના દાવા મુજબ, તે 110 કિલોમીટર સુધીની રેન્જ પાર કરી શકે છે. ખાસ વાત એ છે કે Kinetic e-Luna 1.7 kWh, 2.0 kWh તેમજ 3.0 kWh બેટરી પેકમાં ઓફર કરાશે. જેથી ગ્રાહકો તેમની જરૂરિયાત મુજબ વેરિઅન્ટ ખરીદી કરી શકશે.

આ પણ વાંચો: Delhi: ડિવાઈસ કરશે કેન્સરના દર્દીનું ડિટેક્શન, AIIMSમાં AIથી ઈલાજ