May 8, 2024

ગુજરાત-રાજસ્થાનમાંથી ઝડપાઈ ડ્રગ્સની 3 ફેક્ટરી, 10 આરોપીની ધરપકડ

gujarat ats raid drugs factory gandhinagar rajasthan

ગાંધીનગરઃ છેલ્લા ઘણા સમયથી ગુજરાતના દરિયાકિનારેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવતો હતો. જેમાં કચ્છ, દ્વારકા અને વેરાવળના દરિયાકિનારેથી મોટા પ્રમાણમાં હેરોઇન સહિત ડ્રગ્સનો જથ્થો ઝડપાતો હતો. ત્યારબાદ હવે ગુજરાત એટીએસ અને એસઓજીએ મધ્ય ગુજરાત અને રાજ્યના પાટનગર ગાંધીનગરમાંતી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી છે. તેટલું જ નહીં, રાજસ્થાનમાંથી પણ અન્ય 2 ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી છે.

મળતી માહિતી પ્રમાણે, ગુજરાત એટીએસ અને એસઓજીની સંયુક્ત દરોડાની કાર્યવાહી દરમિયાન આ ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. જેમાં ગાંધીનગરમાંથી એક ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. કાર્યવાહી દરમિયાન 25 કિલો જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે 10થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોરબંદરથી 80 કિમી દૂર 480 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું
ભારતીય કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં બાતમીને આધારે કરોડો રૂપિયાનું નાર્કોટિક્સ ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. પાકિસ્તાનથી આવેલી બોટ ભારતીય કોસ્ટ ગાર્ડ, એનસીબી અને એટીએસના સંયુક્ત ઓપરેશનમાં ઝડપી પાડવામાં આવી હતી. આ સાથે જ બોટમાં સવાર 6 ક્રૂ મેમ્બર અને નાર્કોટિક્સ ઓનબોર્ડ સાથે એક પાકિસ્તાની બોટને જપ્ત કરી લેવામાં આવી હતી. આશરે 480 કરોડ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. ICG જહાજો અને ડોર્નિયર એરક્રાફ્ટને સંયુક્ત ઓપરેશનમાં પોરબંદરથી અરબી સમુદ્રમાં લગભગ 350 કિમી દૂર બોટને પકડવામાં આવી હતી. ICG જહાજ દ્વારા પડકારવામાં આવતા હોડીએ છળકપટથી દાવપેચ શરૂ કરી હતી, પરંતુ તેનો ચપળતાપૂર્વક પીછો કરવામાં આવ્યો હતો અને ICG જહાજ દ્વારા તેને રોકવાની ફરજ પડી હતી. બોર્ડિંગ ટીમે તરત જ પ્રારંભિક તપાસ અને તપાસ માટે જહાજને રવાના કર્યું. બોટ છ ક્રૂ સાથે પાકિસ્તાની બોટ હોવાનું જાણવા મળ્યું હતું. સંયુક્ત બોર્ડિંગ ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસ અને બોટની રમઝટ અંદાજે બહાર આવી. આશરે કિંમતની 80 કિલો જેટલું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. જેની કિંમત અંદાજે 480 કરોડ આંકવામાં આવી રહી છે.

ગીરસોમનાથના દરિયાકિનારેથી 350 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું
ગીર-સોમનાથ જિલ્લામાંથી મોટા પ્રમાણમાં નશીલો પદાર્થ ઝડપાયો હતો. વેરાવળ બંદરેથી કરોડો રૂપિયાની કિંમતનું હેરોઇન ઝડપી પાડવામાં આવ્યું હતું. આ મામલે જિલ્લા LCB, SOG સહિતની ટીમોએ તપાસ કરી કુલ 12 આરોપીની ધરપકડ કરી હતી. વેરાવળ બંદરેથી 350 કરોડ રૂપિયાનું હેરોઈન ઝડપી પાડવામાં આવ્યું હતો. 50 કિલો સીલ બંધ પેકેટ હેરોઈનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલ હેરોઈન સાથે 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. દરીયાઇ બોટમાંથી નશીલો પદાર્થ ઝડપાયો હતો.