May 8, 2024

પંજાબ કિંગ્સે T20 ઈતિહાસનો સૌથી મોટો રેકોર્ડ બનાવ્યો

KKR vs PBKS: કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ગઈ કાલે મેચ હતી. જેમાં પંજાબ કિંગ્સની જીત થઈ હતી. પંજાબની જીતમાં સૌથી વધુ કોઈનો ફાળો હોય તો તે પંજાબના બેરસ્ટોનો છે. T20 ક્રિકેટનો સૌથી મોટો રન ચેઝ પણ છે. આ પહેલા ટી20 ક્રિકેટમાં કોઈ ટીમે આટલા મોટા લક્ષ્યનો પીછો કર્યો નથી. આ પહેલા આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના નામે હતો.

મોટો રન ચેઝ
IPLની 42મી મેચમાં 262 રનના લક્ષ્યાંકનો પીછો કરતા પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવી દીધું છે. આ મેચમાં મોટો એક રેકોર્ડ બન્યો છે. મહત્વની વાત એ છે કે આ મેચ દરમિયાન શાનદાર બેટિંગના કારણે પંજાબ કિંગ્સની જીત થઈ હતી. પ્રભસિમરન સિંહ અને શશાંક સિંહનો શાનદાર સપોર્ટ રહ્યો હતો. T20 ક્રિકેટનો સૌથી મોટો રન ચેઝ ગઈ કાલે થયો છે. આ પહેલા T20માં કોઈ પણ ટીમે આટલો મોટા લક્ષ્યનો પીછો કર્યો નથી. T20 ક્રિકેટમાં સૌથી મોટો રન ચેઝની વાત કરવામાં આવે તો 262 રન – પંજાબ કિંગ્સ વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ, 259 રન – દક્ષિણ આફ્રિકા વિ વેસ્ટ ઈન્ડિઝ, 246 રન – બલ્ગેરિયા vs સર્બિયા, 245 રન – ઓસ્ટ્રેલિયા વિ ન્યુઝીલેન્ડનો છે.

આ પણ વાંચો: KKR vs PBKS: કોલકાતાના ઓપનિંગ બેટ્સમેનોએ બનાવ્યો ખાસ રેકોર્ડ

કેવી રહી મેચ?
બંને ટીમનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. જેમાં પંજાબના કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે આગળ જઈને ખરો સાબિત થયો હતો. જ્યારે કોલકાતાની ટીમ બેટિંગ કરી રહી હતી તે સમયે થોડી વાર એવું લાગ્યું કે પંજાબના કેપ્ટને આ નિર્ણય ખોટો કરી લીધો. પરંતુ મેચના અંતમાં લાગ્યું કે આ નિર્ણય એનો સાચો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સે પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટ ગુમાવીને 261 રન બનાવ્યા હતા. KKRના ઓપનર સુનીલ નારાયણ અને ફિલ સોલ્ટે શાનદાર ઇનિંગ્સ રમી હતી. પંજાબ તરફથી અર્શદીપ સિંહે બે અને સેમ કુરાન, હર્ષલ પટેલ અને રાહુલ ચહરે એક-એક વિકેટ લીધી હતી.