May 6, 2024

સુપ્રીમ કોર્ટનો આદેશ – SBI ચૂંટણી બોન્ડની તમામ જાણકારી આપે

સુપ્રીમ કોર્ટનો આદેશ: ચૂંટણી બોન્ડથી જોડાયેલી બધી વિગતો અંગે ખુલાસો કરવાને લઈને સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતી મુખ્ય ન્યાયધીશ ચંદ્રચુડે કહ્યું કે, SBIએ વિગત અંગે ખુલાસો કરતા સમયે કોઈ પણ પ્રકારની ખાસ માહિતી નહી, પરંતુ સમગ્ર માહિતીની જાણકારી આપવી જોઈએ. અમે ઈચ્છીએ છીએ કે ચૂંટણી બોન્ડની તમામ વિગતો સાર્વજનિક થઈ જાય. જે પણ SBI પાસે માહિતી છે તેના લોકો સુધી પહોંચવી જોઈએ. સુનાવણી સમયે કોર્ટે વધુમાં કહ્યું કે, અમે SBIને તમામ વિગતોની માહિતી આપવી જેમાં ચૂંટણી બોન્ડના નંબર પણ સામેલ હોય.

દરેક માહિતી આપવામાં આવશે
SBIને રજૂ કરતા વરિષ્ઠ વકીલ હરીશ સોલ્વેને સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે ચૂંટણી બોન્ડના નંબર સહિત તમામ માહિતી આપીશું. બેંક તેમની પાસે રહેલી કોઈ પણ માહિતીને છુપી નહીં રાખે. મહત્વનું છેકે, સુનાવણી સમયે કોર્ટે બેંકને કહ્યું કે, 21 માર્ચના સાંજના 5 વાગ્યા સુધીમાં તમામ જાણકારીને સાર્વજનિક કરે. આ ઉપરાંત બેંક એક એફિડેવિટ ફાઇલ કરે. જેમાં તમામ માહિતી સાર્વજનિક કરવામાં આવી છે. તેની લેખિત બાંહેદરી આપે.

મામલાના કેટલાક નિર્ણયો પર વિચાર કરવામાં આવે
આ નિર્ણયની વચ્ચે કેન્દ્ર તરફથી રજૂ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં કર્યું કે, અંતિમ ઉદ્દેશ્ય કાળાનાણા પર અંકુશ લગાવવાનો હતો. અદાલતને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે તેમના આ નિર્ણયને બહાર કેવી રીતે જોવામાં આવી રહી છે. આ ઉપરાંત તુષાર મહેતાએ કોર્ટના કેટલાક નિર્ણય પર ફરી વિચાર કરવાની ભલામણ પણ કરી હતી. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ ચંદ્રચૂડે કહ્યું કે, અમે કાયદાના શાસક અને સંવિધાન અનુસાર કામ કર રહ્યા છીએ. ન્યાયધીશના રૂપમાં અમારી સાથે પણ ચર્ચા કરી શકાય છે. અમે માત્ર નિર્ણયને લાગુ કરી રહ્યા છીએ.

નોધનીય છે કે, ભારતીય સ્ટેટ બેંકે 2018માં યોજનાની શરૂઆત કરી. જે બાદ 30 હપ્તામાં 16,518 કરોડ રૂપિયા ચૂંટણી બોન્ડ બહાર પાડ્યા. તે પહેલા સુપ્રીમ કોર્ટે એસબીઆઈને 12 એપ્રિલ 2019માં ખરીદવામાં આવેલા ચૂંટણી બોન્ડની માહિતી ચૂંટણી કમિશનરને સોંપવાનો નિર્દેશ કરવામાં આવ્યો. એસબીઆઈ ચૂંટણી બોન્ડ બહાર પાડવા માટે અધિકૃત નાણાકીય સંસ્થા છે. SBIએ મંગળવારે સાંજે એ સંસ્થાઓની વિગતો ચૂંટણી કમિશનરને સોંપી જેમણે ચૂંટણી બોન્ડની ખરીદી કરી હતી. ઉચ્ચ અદાલતના નિર્દેશ અનુસાર SBIએ 15 માર્ચની સાંજ સુધીમાં ચૂંટણી બોન્ડની તમામ માહિતી તેની અધિકારીક વેબસાઈડ પર પ્રકાશિત કરવાની હતી.