May 19, 2024

નિલેશ કુંભાણીને જેટલું રક્ષણ લેવું હોય તેટલું લઈ લે પણ છોડીશું નહીંઃ કલ્પેશ બારોટ

સુરત: લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ રદ્દ થયા બાદ નિલેશ કુંભાણી સતત ચર્ચામાં છે. ત્યારે હવે કોંગ્રેસના નિલેશ કુંભાણીને ધમકી આપવાની વાત સામે આવી રહી છે. ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના મીડિયા કોઓર્ડીનેટર કલ્પેશ બોરોટે ધમકી આપી છે.

મળતી માહિતી અનુસાર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ રદ્દ થયેલ નિલેશ કુંભાણીને ધમકી મળી રહી છે. કોંગ્રેસના મીડિયા કોઓર્ડીનેટર કલ્પેશ બોરોટએ ધમકી આપી છે. તેમજ વીડિયો વાયરલ કરી નિલેશ કુંભાણીને ધમકી આપવામાં આવી છે. નોંધનીય છે કે નિલેશ કુંભાણી બારડોલી લોકસભામાં મતદાન કરશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જેને લઇને કલ્પેશ બારોટે કહ્યું છે કે નિલેશ કુંભાણીને જેટલું રક્ષણ લેવું હોય તેટલું લઈ લે પરંતુ સુરતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ તેને છોડશે નહીં.

ઉલ્લેખનીય છે કે ભારતીય ચૂંટણી પંચ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતુ. કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ કોંગ્રેસ પર જ આરોપ લગાવ્યો છે. કુંભાણીએ પૈસા લઈ ટિકીટનો સોદો કર્યો હોવાનો સાયકલવાલાનો આરોપ છે. કોંગ્રેસે કુંભાણીને ટિકીટ આપીને મોટી ભૂલ કરી છે. એક પણ ટેકેદાર કોંગ્રેસના નથી. બધા પરિવારજનો છે. તેમજ કુંભાણીએ કોંગ્રેસ પાર્ટી સાથે દગાખોરી કરી છે.

આ અગાઉ નિલેશ કુંભાણીના પત્નીએ કહ્યું હતું કે સુરતના જ કેટલાક કોંગ્રેસના નેતાઓ ગેરમાર્ગે દોરી નિલેશ કુંભાણીનું નામ બદનામ કરી રહ્યાં છે. તો કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘરે આવી વિરોધ કરી રહ્યાં છે. તો કાર્યકર્તાઓ વોટ માગવા નિલેશ કુંભાણી સાથે નહોતા આવી રહ્યા.