May 19, 2024

આજે MI અને SRH વચ્ચે રમાશે ‘મહામુકાબલો’

IPL 2024: આજે મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ વચ્ચે મુકાબલો થવાનો છે. મુંબઈની ટીમ આજે ઘર આંગણે આ મેચ રમશે. આ સિઝનમાં બંને ટીમો વચ્ચે આ બીજી વખત આજે આમને સામને આવશે. જાણો પિચ રિપોર્ટ.

આ હારનો બદલો
IPL 2024 ની 55મી મેચ હૈદરાબાદ અને મુંબઈની સામે ટકરાશે. મુંબઈ ઈન્ડિયન્સ આ મેચ તેના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં રમશે. આ પહેલા જે મેચ હતી તેમાં હૈદરાબાદની ટીમની જીત થઈ હતી. હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સને 31 રનથી હરાવ્યું હતું. મુંબઈ આજે ગઈ મેચમાં હારનો બદલો લેવાનો પૂરો પ્રયાસ કરશે. આ મેદાનના પીચ રિપોર્ટની વાત કરવામાં આવે તો આ મેદાનમાં અત્યાર સુધી બેટ્સમેનનું રાજ જોવા મળ્યું છે. અહિંયાના મેદાનમાં ચોગ્ગા અને છગ્ગા વધારે જોવા મળ્યા છે.

આટલી મેચ રમાઈ
આ મેદાન પર કુલ 116 મેચ રમાઈ છે. આ મેદાન પર ટોસની ભૂમિકા ખુબ મહત્વની સાબિત થાય છે. આ મેદાનમાં 116 મેચમાંથી 53 મેચ પ્રથમ બેટિંગ કરનારી ટીમે જીતી છે. આવી સ્થિતિમાં મુંબઈમાં જે પણ ટીમ ટોસ જીતે તે પહેલા બોલિંગ કરવાનું વિચારી શકે છે. હવે જોવાનું રહ્યું કે કોણ ટોસ જીતે છે અને ટોસ જીતતાની સાથે પ્રથન બોલિંગ કરે છે કે બેટિંગ.

આ પણ વાંચો: IPLના ઈતિહાસમાં પહેલીવાર LSGએ બનાવ્યો આ શરમજનક રેકોર્ડ!

IPL 2024 માટે બંને ટીમોની ટીમ

સનરાઇઝર્સ હૈદરાબાદ: પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ, ટી નટરાજન, મયંક માર્કંડે, ઉમરાન મલિક, અનમોલપ્રીત સિંહ, ગ્લેન ફિલિપ્સ , રાહુલ ત્રિપાઠી, વોશિંગ્ટન સુંદર, ઉપેન્દ્ર યાદવ, જાથવેદ સુબ્રમણ્યમ, સનવીર સિંહ, વિજયકાંત વ્યાસકાન્ત, અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, હેનરિક ક્લાસેન, એડન માર્કરામ, અબ્દુલ સમદ, નીતિશ રેડ્ડી, શાહબાઝ અહેમદ, ફઝલહક ફારૂકી, માર્કો યાનસેન, આકાશ મહારાજ સિંહ અને મયંક અગ્રવાલ.

મુંબઈ ઈન્ડિયન્સ: ગેરાલ્ડ કોએટી, ટિમ ડેવિડ, શ્રેયસ ગોપાલ, ઈશાન કિશન, અંશુલ કંબોજ, કુમાર કાર્તિકેય, આકાશ મધવાલ, ક્વેના મફાકા, મોહમ્મદ નાબી. , શમ્સ મુલાની, નમન ધીર, શિવાલિક શર્મા, રોમારિયો શેફર્ડ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, ડેવાલ્ડ બ્રેવિસ, જસપ્રિત બુમરાહ, અર્જુન તેંડુલકર, નુવાન તુશારા, તિલક વર્મા, પીયૂષ ચાવલા, હાર્વિક દેસાઈ (wk), નેહલ વાધેરા અને લ્યુક વુડ.