May 5, 2024

BCCI ટૂંક સમયમાં લેવા જઈ રહ્યું છે મોટો નિર્ણય, ખેલાડીઓ થશે અમીર

BCCI: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ડોમેસ્ટિક ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે એક મોટું પગલું ભરી શકે છે. એક માહિતી પ્રમાણે સ્થાનિક ખેલાડીઓના પગારમાં ટૂંક સમયમાં વધારો થઈ શકે છે. IPL એ વિશ્વની સૌથી ધનિક ક્રિકેટ માનવામાં આવે છે. આ લીગમાં જે રમે છે તે ખેલાડીઓને સારી રકમ મળે છે. IPLમાં નથી રમી રહ્યા ખેલાડી તેમના માટે BCCI એક ખાસ પ્લાન પર વિચાર કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. ડોમેસ્ટિક પ્લેયર્સની સેલેરીમાં વધારો કરવામાં આવી શકે છે.

મોટો નિર્ણય લેવાશે
એક અહેવાલમાં આપેલી માહિતી પ્રમાણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટૂંક સમયમાં જ સ્થાનિક ક્રિકેટ રમનારા ખેલાડીઓના પગારમાં વધારો થઈ શકે છે. અહેવાલોમાં જે માહિતી આપવામાં આવી છે તે અનુસાર, BCCIનું માનવું છે કે સ્થાનિક ક્રિકેટરોની ફી બમણી થવી જોઈએ. આ સાથે 10 રણજી ટ્રોફી મેચ રમનારા ખેલાડીઓને વાર્ષિક પગાર તરીકે 75 લાખથી 1 કરોડ રૂપિયા આપી શકે છે.

આ પણ વાંચો: IPL ગેરકાયદે સ્ટ્રીમિંગ કેસમાં અભિનેત્રી તમન્ના ભાટિયાને સમન્સ

ખેલાડીઓનો પગાર કેટલો છે?
હાલમાં સ્થાનિક ક્રિકેટમાં અનુભવના આધારે પગારને આપવામાં આવે છે. BCCI 40 થી વધુ રણજી રમત રમનારા ખેલાડીઓને દરરોજ 60,000 રૂપિયા, 21 થી 40 મેચ રમનારાને 50,000 રૂપિયા અને 20 મેચ રમનારાને 40,000 રૂપિયા ચૂકવે છે. BCCI રેડ બોલ ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. 75 ટકાથી વધુ ટેસ્ટ રમનારા ખેલાડીઓની મેચ ફીમાં 300 ટકાનો વધારો થશે. BCCI ડોમેસ્ટિક ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે નવી યોજના જલ્દી લાવી શકે છે.