April 27, 2024

EV કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો થોડી રાહ જોજો…

Vinfast Ev Car

વિનફાસ્ટ ઈલેક્ટ્રીક વાહનોની દુનિયામાં બહું ઝડપથી નામ બનાવી રહી છે. બ્રાંડ બની ગયેલી વિયતનામની વિનફાસ્ટ કાર દુનિયાના બજારમાં મોખરી રહી છે. અમેરિકામાં સફળતા મેળવ્યા બાદ હવે વિનફાસ્ટ ભારતમાં પોતાની પકડ બનાવવા આવી રહી છે. બહુ જ જલ્દી તમિલનાડુમાં વિનફાસ્ટ પ્લાન્ટ બનવા જઈ રહ્યું છે. 2 અરબ ડોલરના રોકાણ સાથે ઈલેક્ટ્રીક કારનો પ્લાન્ટ ભારતમાં સ્થપાવાની પુષ્ટી પણ થઈ ગઈ છે.

3500 નવી નોકરીઓ
વિનફાસ્ટના એક અધિકારીએ જણાવ્યા હતું કે, આ પરિયોજના માટે સૌપ્રથમ 5 વર્ષ માટે 500 મિલિયન ડોલરનું રોકાણ કરવામાં આવશે. આથી તમિલનાડુની રાજ્ય સરકાર સાથે આ અંગે MOU થઈ ગયા છે. તમિલનાડુના થૂથુકુડીમાં બૈટરી પ્લાંટ અને એક ઈવી મેકિંગ પ્લાન્ટ આ વર્ષમાં જ બનાવવામાં આવશે. બંનનું નિર્માણ થઈ ગયા બાદ રાજ્યમાં 3500 જેટલી નવી નોકરીઓ પણ મળશે.

આ પણ વાંચો:સ્ટાઈલિશ હેલ્મેટની શોધ કરતા યુવાનો માટે છે બેસ્ટ Steelbird

EV કાર માટે ઉત્તમ સમય
વિનફાસ્ટ કાર એવા સમયે ભારતમાં આવી રહી છે. જ્યારે દેશમાં EV કારનું ચલણ વધી રહ્યું છે. કારના વેચાણની વાત કરીએ તો ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને છે, જ્યારે EV કારનું પ્રભૂત્વ હજુ એટલું વધ્યું નથી. એક રીતે જોતા વિનફાસ્ટ માટે આ સારો સમય છે કારણ કે લોકો પાસે EV કારમાં વધારે પડતા વિકલ્પો નથી મળી રહ્યા. બીજી તરફ કંપનીએ તમિલનાડુની પસંદગી કરી છે. આ રાજ્યામં EV હબ બનવાની સંપુર્ણ ક્ષમતા રહેલી છે. જો આ કાર સફળ રહી તો રાજ્યમાં બીજા પ્રોજેક્ટ આવવાની સંભાવના વધી જાય છે.

વિનફાસ્ટ કાર આપી રહી છે ટક્કર
વિનફાસ્ટ EV કારની વૈશ્વિક રેસમાં એકદમ નવો ખેલાડી છે. એ એવા દેશમાંથી આવી છે જ્યાં પરંપરાગત ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં કોઈ મોટું યોગદાન નથી આપ્યું, પરંતુ ઈલેક્ટ્રીક કારમાં કારણે તેમણે મોટું મેદાન બનાવી લીધું છે. પરંપરાગત દિગ્ગજોની EV કારની વચ્ચે વિનફાસ્ટે ટક્કર આપી રહી છે.

આ પણ વાંચો:પ્રથમ વખત કાર ખરીદી રહ્યા છો તો આ જરૂર વાંચો…

EV કાર SUV ફોર્મેટમાં
વિનફાસ્ટ EV મોડલ એક્સટીરિયલ ડિઝાઈનમાં ઘણા આકર્ષક છે. કંપની VF3 અને VF4 જેવા નાના ઈલેક્ટ્રીક મોડલની સાથે સાથે VF7 અને VF9 જેવા મોટા ઈલેક્ટ્રોનિક SUV પણ લોન્ચ કરી રહી છે. VF6 એક સબ કોમ્પેક્ટ SUV છે તો VF7 કોમ્પેક્ટ SUV છે. જ્યારે VF8 મિડ સાઈઝ SUV છે.