April 28, 2024

iPhone 16 Proમાં સ્પિનિંગ કેમેરા? જાણો તમામ માહિતી

અમદાવાદ: Apple iPhone 16ને લઈને ખુબ ચર્ચા થઈ રહી છે. આ ફોનને લઈને કેટલીક અફવાઓ પણ સામે આવી રહી છે. અલગ અલગ ફોટો પણ સામે આવી રહ્યા છે. ત્યારે ફરી એક વાર એક ફોટો ફરતો થયો છે. જેમાં iPhone શ્રેણીમાં વર્ટિકલ કેમેરા જોવા મળી શકે છે. લીક્સરના દાવાની વાત માનવામાં આવે તો iPhone 16 Proના કેમેરામાં ફરતો કેમેરા હોય શકે છે.

વિવિધ દાવાઓ
આ વર્ષે Apple નવી iPhone સિરીઝ iPhone 16 લૉન્ચ કરવામાં આવશે. ફોન પ્રેમી લોકોને સિરીઝ iPhone 15 કરતા વધારે રસ iPhone 16માં જોવા મળી રહ્યો છે. Apple iPhone 16 Proના કેમેરામાં મોટા ફેરફારો થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે iPhone 16ની સિરીઝમાં મોટા ફેરફાર કરવામાં આવશે જે iPhoneની કોઈ સિરીઝમાં જોવા મળ્યા નથી.

નવી કેમેરા ડિઝાઇન
Apple Hubએ એક સોશિયલ મીડિયા એપ પર લખ્યું છે કે Apple iPhone 16 Pro માટે આ નવા કેમેરા ડિઝાઇનનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જોકે આ તમામ માહિતી કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી. હવે આ ફોટા વાયરલ થઈ રહ્યા છે તેમાં કોઈ લોકો કોમેન્ટ કરે નહીં તેવું તો બને? આ ફોટાઓ ઉપર લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. જોકે મોટા ભાગના લોકોને આ લુક પસંદ આવી રહ્યો નથી. એક યુઝરે લખ્યું કે તે એકદમ ભયાનક લાગે છે. જોકે કોઈ નવી વસ્તુ માર્કેટમાં આવે છે તો તેની સારી અને ખરાબ બંને ચર્ચા તો થવાની જ.

પાંચ મોડલ લોન્ચ
iPhone 16ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. એક માહિતી અનુસાર, Apple 2024માં iPhone 16 સિરીઝમાં પાંચ મોડલ લોન્ચ કરી શકે છે. એપલે ગયા વર્ષે લોન્ચ કરેલી iPhone 15 સિરીઝમાં 4 મોડલ રજૂ કરવામાં આવ્યા હતા. iPhone 16 SE, iPhone 16 Plus SE, iPhone 16, iPhone 16 Pro અને iPhone 16 Pro Max આ રીતે પાંચ મોડલ લોન્ચ થઈ શકે છે.