May 13, 2024

વાળને લાંબા કરવા માટે ડુંગળીમાં ઉમેરો આ વસ્તુઓ….

અમદાવાદ: ચિંતા, બગડતી લાઈફસ્ટાઈલ અને પ્રદુષણના કારણે આજકાલ ઘણી સમસ્યાઓ વઘતી જઈ રહી છે. જેમાં વાળનું ખરવું ઘણી સામાન્ય વાત છે. દિવસ દરમિયાન વાળમાં ધુળ અને માટી ચોટી જાય છે. જેના કારણે વાળ વધારે ખરાબ થાય છે. શરીરમાં કોઈ પણ પ્રકારની ઉણપના કારણે વાળ નબળા અને પાતળા થઈ જાય છે. આ વાળને મજબુત કરવા માટે કેટલાક લોકો હેર ટ્રિટમેન્ટ કરાવે છે. તો કેટલાક લોકો વાળને મજબુત કરવા માટે દાદી-નાનીના નુસ્કાઓનો ઉપયોગ કરે છે. જેમાં ડુંગળીને વાળના ગ્રોથ માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જે આ ડુંગળીમાં કેટલીક વસ્તુઓને ઉમેરવામાં આવે તો વાળ વધારે જલ્દીથી મજબુત અને લાંબા થાય છે.

ડુંગળી અને મધ
વાળને લાંબા અને સોફ્ટ બનાવવા માટે તમે ડુંગળીના રસમાં મધ ઉમેરી શકો છે. આ માટે તમારે 2 ચમચી ડુંગળીના રસમાં 1 ચમચી મધ ઉમેરવામાં આવે છે. જેને તમે સ્કેલ પર લગાવી 10થી 15 મિનિટ બાદ શેમ્પુથી માથું ધોઈ નાખો. એક અઠવાડિયામાં બે વાર આ રીતે કરવાળી જરૂર ફરક જોવા મળશે.

આ પણ વાંચો: રામાયણના સેટ પરથી રણબીર અને સાઈ પલ્લવીની ફોટો થઈ વાયરલ

મેથી પાઉડરમાં ડુંગણીનો રસ
મેથીના દાણા અને ડુંગણીનો રસ બંને તમારા વાળના ગ્રોથ માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. આથી તમે મેથી દાણાના પાઉડરમાં ડુંગળીનો રસ ઉમેરીને સ્કેલમાં લગાવી શકો છો. જેને 10 મિનિટ બાદ શેમ્પુથી ધોઈ નાખો.

ડુંગળીનો રસ અને નારિયેળ તેલ
નારિયેળ તેલમાં ડુંગળીનો રસ ઉમેરીને વાળમાં લગાવવાથી વાળને ઘણા ફાયદા થાય છે. જેનાથી તમારા વાળ સોફ્ટ બને છે. જો તમને ડેન્ડ્રફની સમસ્યા હોય તો તેનાથી પણ છુટકારો મેળવી શકો છો. આ સાથે જો વાળ સફેદ થઈ જતા હોય તો પણ તેનાથી રાહત મળશે.