April 27, 2024

Apple Aiના એંધાણ, CEOએ આપી દીધા મોટા સંકેત

Apple તેના ગ્રાહકો માટે સમયે સમયે નવા અપડેટ્સ લાવતું રહે છે. જેથી ગ્રાહકોને પ્રીમિયમનો લાભ મળી શકે. ત્યારે આ વખતે પણ ટિમ કુકે પણ કંઇક નવું લાવી રહી છે તેમના વપરાશકર્તા માટે. એક મિટિંગ દરમિયાન કંપનીના બોસે આ વર્ષના અંતમાં Apple Aiની જાહેરાત કરવાનો સંકેત આપ્યો હતો. જાણો આ વિશે Apple કંપનીએ શું કહ્યું?

AI ફીચર્સ iOS 18 સાથે આવશે
મિટિંગ દરમિયાન કંપનીના બોસે આ વર્ષના અંતમાં Apple Aiની જાહેરાત કરવાનો સંકેત આપ્યો તે પરથી અંદાજો લગાવી શકાય કે iOS 18 સાથે AI ફીચર લાવી શકે છે. તમને જણાવી દઈએ કે તેને WWDCમાં જૂનમાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે iOS 18 તેના અત્યાર સુધીના સૌથી મોટા અપડેટ્સમાંનું એક હશે જે પની AIને સમગ્ર સિસ્ટમમાં એકીકૃત કરવામાં મદદ કરશે.

આ પણ વાચો: Delhi: ડિવાઈસ કરશે કેન્સરના દર્દીનું ડિટેક્શન, AIIMSમાં AIથી ઈલાજ

ટિમ કૂકે શું કહ્યું?
અર્નિંગ કોલ દરમિયાન, કંપનીના સીઈઓ ટિમ કુકે કહ્યું કે જેમ જેમ આપણે આગળ વધી રહ્યા છીએ, તેમ તેમ અમે અન્ય ટેક્નોલોજીઓમાં રોકાણ કરવાનું ચાલુ રાખીશું. જે આપણા ભવિષ્યને આગાળ વધારે છે. જેમાં એઆઈનો પણ સમાવેશ થાય છે. અમે મોટા પ્રમાણમાં સમય અને પ્રયત્નો ખર્ચવાનું ચાલુ રાખીએ છીએ અને અમે આ વર્ષના અંતમાં તે ક્ષેત્રમાં અમારા ચાલુ કાર્યની વિગતો શેર કરવા માટે ઉત્સાહિત છીએ.

સિરીને સુધારવા માટે AI
આ ઉપરાંત તેમણે કહ્યું કે અમે એ પણ અપેક્ષા રાખી શકીએ છીએ કે એપલ તેના વૉઇસ સહાયક સિરીને સુધારવા માટે AI નો ઉપયોગ કરશે.કંપની iPhone ઓપરેટિંગ સિસ્ટમમાં AI ફીચર્સ પણ રજૂ કરશે, જેમાં મેસેજમાં સ્માર્ટ જવાબો, Apple Musicમાં પ્લેલિસ્ટ ભલામણો વગેરેનો સમાવેશ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે Apple જૂનમાં તેની ડેવલપર ઈવેન્ટ WWDCનું આયોજન કરી શકે છે, જેમાં iOS, iPadOS, macOS, watchOS અને tvOS સાથે સંબંધિત નવીનતમ અપડેટ્સને રજૂ કરવામાં આવશે.

આ પણ વાચો: Meta CEO માર્ક ઝુકરબર્ગે કેમ માફી માંગી ?

AIIMSમાં AIથી ઈલાજ
આજના સમયમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગમાં સતત વધારો થઈ રહ્યો છે. મોટા ભાગના ક્ષેત્રોમાં AIની મદદ લેવામાં આવી રહી છે. ત્યારે હવે દિલ્હી AIIMSમાં પણ AIની મદદથી કેન્સરની ઓળખ કરવામાં આવશે. હવે દર્દીઓમાં કેન્સરના નિદાનમાં AIની મદદ લેવામાં આવશે. કેન્સરના નિદાન માટે AIIMSમાં AI પ્લેટફોર્મ iOncology.ai શરૂ કરવામાં આવ્યું છે.