April 28, 2024

અમારી યોજના પર DMKએ સ્ટીકર લગાવ્યા, PM મોદીએ કર્યા આકરા પ્રહાર

PM Modi in Tamil Nadu: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) પર આકરા પ્રહાર કર્યાં છે. પીએમ મોદીએ કહ્યું ડીએમકે એક એવી પાર્ટી છે જે કામ કરતી નથી અને ખોટી ક્રેડિટ લેવા માટે આગળ છે. બધા જાણે છે કે આ લોકો અમારી સ્કીમ પર તેમના સ્ટીકર ચોંટાડી દે છે. બીજી બાજુ તમિલનાડુમાં ISRO લોન્ચપેડનો શ્રેય લેવા માટે તેણે ચીનનું સ્ટીકર ચોંટાડ્યું હતું.પીએમ મોદીના કહેવા પ્રમાણે, ‘તમિલનાડુમાં ડીએમકેના નેતાઓ કંઈ જોઈ શકતા નથી. આ લોકો ભારતની પ્રગતિ અને સ્પેસની પ્રગતિ જોવા માટે પણ તૈયાર નથી. જે લોકો ટેક્સ દ્વારા તમિલનાડુના ભાઈઓ અને બહેનો જે પૈસા ચૂકવે છેતે પૈસાથી તેઓએ જાહેરાતો આપી અને તેમાં ભારતની તસવીર ન લગાવી.’

‘તામિલનાડુના એલ મુરુગનને હિન્દીભાષી રાજ્યમાંથી ફરીથી રાજ્યસભામાં મોકલવામાં આવ્યા’
વડાપ્રધાન મોદીએ કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ.એલ. મુરુગનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે અમને તમિલનાડુ અને તમિલ લોકો માટે ખૂબ જ લગાવ છે. અમે તમિલનાડુના બાળક અને દલિત પુત્ર એલ. મુરુગનને કેન્દ્ર સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા છે. નોંધનયી છે કે તેઓ તમિલનાડુમાંથી જીત્યા ન હતા, પરંતુ હિન્દીભાષી રાજ્ય મધ્ય પ્રદેશે તેમને રાજ્યસભામાં ફરી બીજી વખત મોકલ્યા છે. એલ. મુરુગન તમિલનાડુની ધરતીનો પુત્ર છે. તેમને કેબિનેટમાં ગૌરવનું સ્થાન આપવામાં આવ્યું છે.

તમિલનાડુની મહાન ધરોહર ‘સેંગોલ’ની સંસદમાં સ્થાપના
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે (28 ફેબ્રુઆરી) તિરુપુરમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે તેમનો તામિલનાડુ સાથે ભાવનાત્મક લાગણી છે અને તેમણે દેશના તેમજ રાજ્યના મહાન વારસાને માન આપીને તેમણે સંસદમાં ‘સેંગોલ’ની સ્થાપના કરી છે.

‘ભાજપની એકતા કૂચ કન્યાકુમારી, તમિલનાડુથી શરૂ થઈ’
વર્તમાન લોકસભામાં ભાજપ પાસે તમિલનાડુમાંથી એક પણ સભ્ય નથી. વધુમાં પીએમએ કહ્યું હતું કે ભાજપની એકતા યાત્રા 1991માં તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થઈ હતી. જેનો હેતુ શ્રીનગરના લાલ ચોક પર ભારતીય ધ્વજ ફરકાવવો અને કલમ 370 હટાવવાનો હતો. પરંતુ આજે બંને મિશન હાંસલ થઇ ગયા છે.