May 12, 2024

ભારતીય સેનાએ રાજસ્થાનમાંથી મિસાઈલ છોડી, પાકિસ્તાન થરથર કાંપ્યું

Rajasthan Border War Practice: પાકિસ્તાનની બોર્ડર પર આવેલ રાજસ્થાનનો એક ભાગ હાલ યુદ્ધના મેદાન જેવો દેખાઈ રહ્યો છે. અહીં એક પછી એક મિસાઈલ અને દારૂગોળાના વિસ્ફોટોના પડઘા સંભળાઈ રહ્યા છે. ‘દુશ્મન’ સામે યુદ્ધની આ તૈયારીમાં વિસ્ફોટોનો પડઘો પડોશી દેશોને પણ હચમચાવી રહ્યો છે. સવારથી સાંજ સુધી મિસાઇલો અને દારુગોળાના વિસ્ફોટોના પડઘા પડી રહ્યાં છે.

માહિતી અનુસાર આ ઘટના ભારત-પાકિસ્તાનની સરહદને અડીને આવેલા જેસલમેરમાં સ્થિત એશિયાની સૌથી મોટી પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં જોવા મળી હતી. અહી ચાલી રહેલા યુધ્યા
યુદ્ધ અભ્યાસમાં દારૂગોળાના વિસ્ફોટોનો પડઘો સવારથી સાંજ સુધી ધરતી અને આકાશને હચમચાવી રહ્યો છે.ભારતીય સેનાના થિયેટર આર્ટિલરી દ્વારા હાથ ધરવામાં આવેલા દારૂગોળાના પરીક્ષણ દરમિયાન મંગળવારે આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું.

ઈસ્ટર્ન કમાન્ડના કમાન્ડર લે. જનરલ આરસી તિવારીની હાજરીમાં સેનાના બહાદુર જવાનોએ જમીની પરના હથિયારોની ફાયર પાવરનું પણ પ્રદર્શન કર્યું હતું. થિયેટર આર્ટિલરીએ એકસાથે અનેક લક્ષ્યોને ફટકાર્યા અને સાથે સાથે સેનાની અદ્યતન ટેકનોલોજી જોવા મળી હતી.

યુદ્ધમાં વપરાતી નવી ટેકનોલોજીનો અભ્યાસ
મળતી માહિતી મુજબ સેના ફાયરિંગ રેન્જમાં નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે જેનો ઉપયોગ આજના સમયમાં સંભવિત યુદ્ધમાં થઈ શકે છે. રેન્જમાં ડ્રોનનો ઉપયોગ કરીને દાવપેચની સમીક્ષા કરવામાં આવી હતી અને આર્મી ગનર્સે ફાયરપાવરની પ્રેક્ટિસ પણ કરી હતી. હકિકતે સેના તેની લડાઇ સજ્જતાનો સ્ટોક લેવા માટે ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગની પ્રેક્ટિસ પણ કરી રહી છે. બીજી બાજુ સેના કહ્યું કે ‘આ યુદ્ધ અભ્યાસ આપણા દુશ્મનો માટે ચેતવણી છે, આપણા મિત્રો માટે વચન છે’ કે કેચલાઇન અંતર્ગત આ કવાયત હાથ ધરી હતી.

જેસલમેર સ્થિત પોખરણ ખાતે લો. જનરલ આરસી તિવારીએ ઈસ્ટર્ન કમાન્ડના ગનર્સની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે આ અમારી અદમ્ય ભાવના અને શક્તિની ઘોષણા છે. અમે આવનારી લડાઈના ભાગ્યને આકાર આપવા તૈયાર છીએ. અમારી સેનાના ગૌરવના સાક્ષી બનો.

આર્ટિલરી રેજિમેન્ટ શક્તિશાળી છે
ઉલ્લેખનીય છે કે આર્મીની આર્ટિલરી રેજિમેન્ટ ભારતીય સેનાની બીજી સૌથી મોટી શાખા છે. તેનું કામ ગ્રાઉન્ડ ઓપરેશન દરમિયાન સેનાને ફાયરપાવર પ્રદાન કરવાનું છે. આ રેજિમેન્ટે કારગિલ યુદ્ધ દરમિયાન અંદાજે 2.5 લાખ ગોળા અને રોકેટ છોડ્યા હતા. આ સાથે તે સમયગાળા દરમિયાન દરરોજ 300 થી વધુ તોપો, મોર્ટાર અને રોકેટ લોન્ચર્સે લગભગ 5000 બોમ્બ ફેંક્યા હતા.