April 27, 2024

DMK અને I.N.D.I.A. ગઠબંધન પર પીએમ મોદીના આકરા પ્રહાર

PM Modi Tiruppur Rally: વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ મંગળવારે તમિલનાડુના તિરુપુરમાં ભાજપની ‘એન મન એક મક્કલ’ (મારી ભૂમિ, મારા લોકો) પદયાત્રાના સમાપન સમારોહમાં ભાગ લીધો હતો અને વિપક્ષી ગઠબંધન ‘INDIA’ ગઠબંધનને વિવિધ મુદ્દાઓ પર પીએમ મોદીએ પ્રહાર કર્યાં હતા. સાથે સાથે પીએમ મોદીએ રાજ્યની શાસક ડીએમકે સરકાર પર પણ નિશાન સાધ્યું હતું.

પીએમ મોદીએ ઇન્ડિયા એલાયન્સ અને ડીએમકે પર પ્રહાર કરતા કહ્યું કે, ‘…તેમને એક જ ચિંતા છે કે તેમના પરિવારની દુકાન કેવી રીતે ચાલે છે.’ તેમના પરિવારોને પ્રોત્સાહન આપીને તેઓ તમિલનાડુના દરેક યુવાનોના વિકાસમાં અવરોધ ઉભો કરી રહ્યા છે.

‘મોદી પ્રત્યે નફરતના નામે INDIA ગઠબંધનના લોકો એક થયા’
પીએમ મોદીએ કહ્યું, ‘ભાજપ તેના ત્રીજા કાર્યકાળમાં ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાની વાત કરી રહી છે, પરંતુ બીજી બાજુ માત્ર મોદી માટે નફરત છે, જેના નામ પર એક થઈ ગયેલા INDIA ગઠબંધનના લોકો જેમ-તેમ બકવાસ કરતાં રહે છે.’ શું તમે તેમની પાર્ટીને વિકાસ, અર્થતંત્ર, ઉદ્યોગ, શિક્ષણ, કૃષિ, મજૂર અને માછીમારોની એક પણ વાત કરતા સાંભળ્યા છે? તેને એક જ ચિંતા છે કે તેના પરિવારની દુકાન કેવી રીતે ચાલે, તેના પરિવારને પ્રોત્સાહન આપીને તે તમિલનાડુના દરેક યુવાનોના વિકાસમાં અવરોધ ઉભો કરી રહ્યા છે.

તમિલનાડુની આજે સૌથી વધુ ચર્ચા
પીએમ મોદીએ કહ્યું, ‘આજે 2024માં તમિલનાડુની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે કારણ કે તમિલનાડુ દેશમાં વિકાસની રાજનીતિ, નવી રાજનીતિનું સૌથી નવું વાઈબ્રન્ટ કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. 2024માં તમિલનાડુ નવો ઈતિહાસ રચવા જઈ રહ્યું છે, આજે પૂર્ણ થયેલી ઐતિહાસિક ‘એન મન એન મક્કલ’ પદયાત્રા તેનો સૌથી મોટો પુરાવો છે.’ વધુમાં પીએમ મોદીએ કહ્યું કે તમિલનાડુની જનતાએ હંમેશા દેશને સર્વોચ્ચ રાખ્યો છે. દરેક ગરીબની પાસે આજે મોદીની ગેરંટી છે. વધુમાં કહ્યું કે, ‘તમિલનાડુને દાયકાઓ સુધી લૂંટનારાઓ ભાજપની વધતી તાકાતથી ડરી ગયા છે. તેઓ જૂઠું બોલીને, લોકોને એકબીજામાં વહેંચીને અને લોકોને લડાવીને પોતાની સત્તા બચાવવા માગે છે.’

‘તમિલ ભાષા અને તેની સંસ્કૃતિ મારા માટે ખૂબ જ ખાસ છે’
વધુમાં પીએમ મોદીએ કહ્યું ‘તમિલ ભાષા અને તમિલ સંસ્કૃતિ મારા માટે ખૂબ જ ખાસ રહી છે. મેં સંયુક્ત રાષ્ટ્રમાં જે તમિલ કવિતા વાંચી હતી જેના વિશે વિદેશોમાં પણ પૂછવામાં આવે છે. મેં મારા સંસદીય ક્ષેત્રમાં ‘કાશી તમિલ સંગમમ’નું આયોજન કર્યું, લોકો તેના વિશે પણ પ્રશ્નો પૂછે છે. મેં પવિત્ર સેંગોલને દેશની સંસદમાં સર્વોચ્ચ પદ પર બેસાડ્યા. તમિલનાડુ સાથે મારો સંબંધ રાજકારણનો નથી, હૃદયનો છે.

પીએમ મોદીએ ડીએમકે અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું
પીએમ મોદીએ જનતાને સંબોધતા કહ્યું, ‘તમારે એ પણ યાદ રાખવું જોઈએ કે ડીએમકે અને કોંગ્રેસ લાંબા સમયથી એકબીજાના સાથી છે.’ 2004-14 સુધી ડીએમકેના લોકો કોંગ્રેસની યુપીએ સરકારના મોટા મંત્રાલયોમાં મંત્રી હતા, પરંતુ તેઓએ તમિલનાડુના લોકોના વિકાસને પ્રાથમિકતા આપી ન હતી.

પીએમ મોદીએ એમજીઆર અને જયલલિતાને યાદ કર્યા
પીએમ મોદીએ કહ્યું, ‘(સ્વર્ગીય AIADMK નેતા) MGRએ લોકોને પરિવારના આધારે નહીં પરંતુ પ્રતિભાના આધારે આગળ લઈ ગયા છે, પરંતુ કમનસીબે, આજે તામિલનાડુમાં ડીએમકેના કારણે જે રાજકારણ થઈ રહ્યું છે તે એમજીઆર સાહેબના અપમાન સમાન છે. એમજીઆર પછી જો કોઈ હોય તો તે અમ્મા જયલલિતાજી હતા, જેમણે પોતાનું સમગ્ર જીવન તમિલનાડુના જનહિત અને કલ્યાણ માટે આપી દીધું.