May 9, 2024

લોકસભા ચૂંટણી માટે AAPએ વધુ 5 ઉમેદવારોની જાહેરાત કરી

AAP Candidates for Lok Sabha Elections: આમ આદમી પાર્ટી (AAP)એ દેશની રાજધાની દિલ્હીમાં 4 લોકસભા સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી કે નવી દિલ્હીથી સોમનાથ ભારતી, દક્ષિણ દિલ્હીથી સાહી રામ પહેલવાન, પૂર્વ દિલ્હીના કુલદીપ કુમાર અને પશ્ચિમ દિલ્હીના મહાબલ મિશ્રાને તક આપવામાં આવી છે.

AAP નેતા સંદીપ પાઠકે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, ‘AAP વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાનો ભાગ છે. અમે આજે 5 ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છીએ, જેમાંથી 4 દિલ્હીના છે.’ AAP નેતાઓના જણાવ્યા અનુસાર, AAP રાજ્યસભાના પૂર્વ સાંસદ અને હરિયાણાના પ્રદેશ અધ્યક્ષ સુશીલ ગુપ્તા દિલ્હીને અડીને આવેલા હરિયાણાના કુરુક્ષેત્રથી ચૂંટણી લડશે.

‘INDIA’ ગઠબંધન હેઠળ AAP ક્યાં લડી રહી છે?
AAPના ગોપાલ રાયે પ્રેસ કોન્ફરન્સ જાણકારી આપી કે AAP ઉમેદવારો દિલ્હી, હરિયાણા, ગુજરાત, પંજાબ અને આસામમાં INDIAN ગઠબંધન હેઠળ ઉભા રહેશે. વધુમાં ઉમેર્યું કે જે રીતે અમે અગાઉ ગુજરાતના ભરૂચ અને ભાવનગરમાંથી ઉમેદવારો ઉભા રાખ્યા હતા તે જ રીતે હવે અમે દિલ્હીમાંથી ઉમેદવારો ઉભા રાખ્યા છે.

AAPએ દિલ્હીને લઈને લીધો આ ઐતિહાસિક નિર્ણય!
ગોપાલ રાયે વધુમાં કહ્યું કે પૂર્વ લોકસભા સીટ પરથી AAPએ આજે ​​મહત્વનો નિર્ણય લીધો છે. આ સીટ એક જનરલ સીટ છે, જેમાં કોંડલીથી AAP ધારાસભ્ય કુલદીપ કુમાર (SC – અનામત કેટેગરીમાંથી)ને ચૂંટણી લડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે એક ઐતિહાસિક નિર્ણય છે. દિલ્હીમાં કદાચ પહેલીવાર કોઈ પાર્ટી જનરલ સીટ પર આવું પગલું ભરી રહી છે.

દિલ્હી બાદ પંજાબમાં પણ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે
ગોપાલ રાયે આ તમામ ઉમેદવારોને મેદાનમાં ઉતારવા પાછળનું કારણ આપતા કહ્યું કે AAP પાસે જે સીટો આવી છે તેની તમામ ગણતરી કર્યા પછી નક્કી કરવામાં આવ્યું કે દેશ અને બંધારણને બચાવવા માટે દરેક સીટ જીતવી જરૂરી છે. અમારા 10 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. પંજાબ માટે પણ ઉમેદવારોના નામ ટૂંક સમયમાં આવશે.