May 5, 2024

વિશ્વ પૃથ્વી દિવસઃ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સાયકલ રેલીમાં ભાગ લીધો

world earth day union minister mansukh mandaviya participated in cycle raily

અમદાવાદઃ મનસુખ માંડવિયાએ પોરબંદર સાયકલિંગ ક્લબ દ્વારા વિશ્વ પૃથ્વી દિવસે યોજાયેલી સાયકલ રેલીમાં ભાગ લીધો છે. લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ તેમણે કિંમતી સમય કાઢી વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરી છે અને સાથે જ પૃથ્વીને બચાવવા માટેના જનજાગૃતિ કાર્યક્રમને પ્રાથમિકતા આપી છે.

મનસુખ માંડવિયા જ્યારે સાંસદ તરીકે સંસદભવનમાં આવ્યા, ત્યારે તેમણે ક્લાઈમેટ ક્લબની પણ શરૂઆત કરી હતી. તેમાં પણ શરત એવી હતી કે, જે કોઈ સાંસદ આ ક્લબના સભ્ય બનશે તે સાઈકલ પર સંસદભવનમાં આવતા-જતા રહેશે. માંડવિયા પહેલેથી જ પૃથ્વીના સંરક્ષણ માટે સક્રિય છે.

પોરબંદરમાં આયોજિત સાયકલ રેલીમાં મનસુખ માંડવિયએ જણાવ્યુ હતુ કે, ચૂંટણી કરતાં આપણી પૃથ્વી વધુ મહત્વની છે, તેથી જ આજે હું આ સાયકલ રેલીમાં જોડાયો છું.

આ પણ વાંચોઃ નવસારીમાં કેસર કેરીનું આગમન, ભાવ 1800 આસપાસ રહેતા ખેડૂતોમાં આનંદ

આ ઉપરાંત તેમણે કહ્યુ કે, ‘જો આપણે પૃથ્વીને બચાવવી હોય, આવનારી પેઢીઓ માટે પૃથ્વીને સુરક્ષિત રાખવી હોય, તો આપણે આજે જ પગલાં ભરવા પડશે અને અત્યારે સમય આપણા હાથમાં નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ મિશન લાઇફ શરૂ કર્યું છે. આપણે સૌએ મિશન લાઇફમાં જોડાઈ પૃથ્વીને બચાવવામાં યોગદાન આપવું જોઈએ. આ સમય દરમિયાન મનસુખ માંડવિયાએ બાળકો સાથે ફોટા ક્લિક કર્યા અને તે ફોટોઝ પર સોશિયલ મીડિયામાં લખ્યું કે, My little army in action to save the planet.’