May 18, 2024

વિરાટ કોહલી IPLના ઈતિહાસમાં આ સિદ્ધિ મેળવનાર પહેલો ખેલાડી

IPL 2024: ગઈ કાલે બેંગ્લોર અને ગુજરાતની ટીમ વચ્ચે મેચ હતી. જેમાં બેંગ્લોરની જીત થઈ હતી. આ મેચમાં વિરાટની શાનદાર ઈનિંગ જોવા મળી હતી. વિરાટે આ ઈનિંગ રમીને IPLનો એક મોટો રેકોર્ડ બનાવ્યો છે.

એકતરફી જીત મેળવી
IPL 2024 ની 52મી મેચ બેંગ્લોર અને ગુજરાતની ટીમો વચ્ચે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે એકતરફી જીત મેળવી છે. આ જીતની સાથે RCB પ્લેઓફની રેસમાં યથાવત છે. ગઈ કાલની મેચમાં વિરાટનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. અત્યાર સુધીમાં એવું કારનામું કોઈએ કર્યું નથી. આ મેચ દરમિયાન વિરાટ કોહલીએ 27 બોલમાં 42 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે 2 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. આ સાથે વિરાટે IPLમાં જીતેલી મેચોમાં પોતાના 4000 રન પણ પૂરા કર્યા છે. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી IPL ઈતિહાસમાં જીતેલી મેચમાં 4000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. અત્યાર સુધી આ સ્થાન પર કોઈ પહોંચી શક્યું નથી.

આ પણ વાંચો: MIની કેપ્ટનશિપ છીનવાઈ જવા પર રોહિતનું નિવેદન

ચોથો ખેલાડી બની ગયો
IPLમાં જીતેલી મેચોમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની વાત કરવામાં આવે તો 4039 રન – વિરાટ કોહલી, 3945 રન – શિખર ધવન, 3918 રન – રોહિત શર્મા, 3710 રન – ડેવિડ વોર્નર, 3559 રન – સુરેશ રૈનાએ બનાવ્યા છે. આ સાથે વિરાટે તો ગઈ કાલની મેચમાં આ ઇનિંગ દરમિયાન પોતાની T20 કારકિર્દીમાં 12500 રનનો આંકડો પણ સ્પર્શ કર્યો હતો. વિરાટ T20 ક્રિકેટમાં 12500 કે તેથી વધુ રન બનાવનાર ચોથો ખેલાડી બની ગયો છે. T20 ફોર્મેટમાં સૌથી વધુ રનની વાત કરવામાં આવે તો 14562 રન – ક્રિસ ગેલ, 13360 રન – શોએબ મલિક, 12900 રન – કિરોન પોલાર્ડ, 12536 રન – વિરાટ કોહલી છે.