May 18, 2024

PM મોદી રામલલ્લાના શરણે, દર્શન કરીને અયોધ્યામાં રોડ-શો કરશે

અયોધ્યા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે અયોધ્યા પહોંચશે. જ્યાં તેઓ રામલલ્લાના દર્શન અને પૂજા કરશે. આ પછી તેઓ અયોધ્યામાં રોડ શો કરશે. આ પહેલા પ્રધાનમંત્રી મોદી દેહરાદૂન અને ઈટાવામાં જનસભાને સંબોધિત કરવાના છે.

અયોધ્યા પહોંચશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના પ્રવાસે છે. આજે બપોરે 2.45 કલાકે ઇટાવામાં જનસભાને સંબોધશે. પીએમ મોદી ઈટાવામાં રેલીને સંબોધિત કર્યા પછી ઉત્તરાખંડ પહોંચશે. સાંજના સમયે 4.45 કલાકે દેહરાદૂનમાં રેલી કરશે. આ બાદ પ્રધાનમંત્રી અયોધ્યા પહોંચશે. આ સાથે તેઓ આજ સાંજે લગભગ 7 વાગે તેઓ રામ મંદિરમાં રામલલ્લાના દર્શન અને પૂજા કરશે. રામલલ્લાના દર્શન કર્યા બાદ તે પીએમ મોદી ત્યાં રોડ શો પણ કરશે.

આ પણ વાંચો: JDS નેતા એચડી રેવન્નાની અપહરણનો કેસમાં ધરપકડ, આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી

આકરા પ્રહારો કર્યા
ગઈ કાલે કાનપુરમાં રોડ શો કરતા પહેલા પ્રધાનમંત્રી મોદીએ બિહારના દરભંગામાં રેલી કરી હતી. આ સમયે તેમણે રેલીને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કોંગ્રેસ અને આરજેડી પર આકરા પ્રહારો કર્યા હતા. રેલીને સંબોધતા પ્રધાનમંત્રી કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં અમે બિહારમાં 40 લાખ ગરીબોને કાયમી ઘર આપ્યા છે. આજે ગરીબોને મફત સારવાર, મફત રાશન મળી રહ્યું છે. આરજેડી પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું, ‘યાદ કરો, બિહારમાં અપહરણનો ધંધો કેવી રીતે ચાલતો હતો. બિહારની તિજોરી કેવી રીતે મોટા કૌભાંડો દ્વારા લૂંટવામાં આવી. મારી બહેન સાંજે ઘરની બહાર નીકળતા ડરતી હતી. નોકરી આપતા પહેલા જમીનની નોંધણી કરાવવામાં આવતી હતી. આજે સીએમ નીતીશ કુમાર એનડીએ સરકાર બિહારના વિકાસ માટે દિવસ-રાત કામ કરી રહી છે. અમારી પ્રેરણા કર્પૂરી ઠાકુર છે, જેમને અમને તાજેતરમાં ભારત રત્ન આપવાનું સૌભાગ્ય મળ્યું છે.