May 4, 2024

ઝોમેટોથી ખાવાનું મંગાવવું થયું મોંઘુ, કંપનીએ 25 ટકાનો કર્યો વધારો

અમદાવાદ: ઓનલાઈન ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ ઝોમેટોમાં ખાવાનું મંગાવવું હવે વધારે મોંઘુ થઈ ગયું છે. કંપનીએ એક જ વર્ષમાં બીજી વખત પ્લેટફોર્મ ફીમાં વધારો કર્યો છે. હવે ગ્રાહકોએ દરેક ઓર્ડર પર 25 ટકા વધુ પ્લેટફોર્મ ફી ચૂકવવી પડશે. આ ઉપરાંત કંપનીએ બે શહેરો વચ્ચેની પોતાની સર્વિસ બંધ કરી દીધી છે. આ સર્વિસને ઈન્ટરસિટી લીજેન્ડ નામથી ચાલતુ હતું. ઝોમેટો દ્વારા જાહેર કરેલા નિવેદનમાં કહ્યું કે, હવે ગ્રાહકોએ ઓર્ડર પક 25 ટકા વધુ એટલે કે 5 રૂપિયા વધુ પ્લેટફોર્મ ફી ચૂકવવી પડશે. આ ઉપરાંત કંપનીએ ઈન્ટરસિટી ફૂડ ડિલીવરીની સર્વિસને બંધ કરી દીધી છે.

આ પણ વાંચો: અગ્નિહોત્ર ઉપાસના એ સંયમની સાધના છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

મહત્વનું છે કે આવનારા અઠવાડિયામાં ઝોમેટો પોતાની ત્રિમાસિક પરિણામો જાહેર કરવાની છે. આ પહેલા ઓગસ્ટ, 2023માં ઝોમેટોએ 2 રૂપિયા પ્લેટફોર્મ ફી વધારી હતી. આ પહેલા જાન્યુઆપીમાં 1 રુપિયાથી લઈને 4 રૂપિયા સુધી ફીમાં વધારો કર્યો છે. જ્યારે ડિસેમ્બર 31ના પ્લેટફોર્મ ફીમાં 9 રૂપિયાનો વધારો થયો છે.

દર વર્ષે 90 કરોડના ઓર્ડર
ઝોમેટો દર વર્ષે 85થી 90 કરોડ ઓર્ડરની ડિલીવરી કરે છે. આ રીતે જોવા જઈએ તો જો 1 રુપિયાનો પણ વધારો કરવામાં આવે તે તેની કમાઈમાં 90 કરોડનો વધારો થાય છે. તેની કંપનીના EBITDA પર પણ અસર પડે છે. મહત્વનું છે કે, પ્લેટફોર્મ ફીમાં કરવામાં આવેલો વધારો હાલ અમુક દેશોમાં જ લાગુ થશે.

ઈન્ટરસિટી ડિલીવરી બંધ
ઝોમેટોએ ઈન્ટરસિટી સર્વિસને પણ બંધ કરી નાખી છે. આ સર્વિસ અંતર્ગત કોઈ એક શહેરના ટોપ રેસ્ટોરન્ટમાં બીજા શહેરના રહેતા ગ્રાહકો પણ ઓર્ડર કરી શકે છે. આ માટે પ્લેટફોર્મ પર લીજેન્ટ ટેબ હતું. કંપનીએ હાલ માટે આ સર્વિસને બંધ કરી દીધી છે. ઝોમેટો પોતાના ગ્રાહકો માટે સબ્સક્રિપ્શન પ્લાન પણ આપતી હતી. જેમાં ડિલીવરી ચાર્જ નહોતો લાગતો, પરંતુ પ્લેટફોર્મ ફી તેને પણ ચૂકવવી પડશે.

મજબુત થઈ રહ્યો છે બિઝનેશ
ઝોમેટો અને તેની સહયોગી કંપની બ્લિકિંટનો બિઝનેશ સતત મજબુત થઈ રહ્યો છે. કંપનીને ડિસેમ્બરના ત્રિમાસિક રિપોર્ટમાં વર્ષના આધારે બિઝનેશમાં 30 ટકાનો વધારો થયો છે. આ દરમિયાન કંપનીની કુલ રેવેન્યૂ 2,025 કરોડ રુપિયા હતી, જ્યારે બ્લિંકિટના રેવન્યૂ ડબલ થઈને 644 કરોડ રૂપિયા પહોંચ્યો છે.