April 27, 2024

‘Main Atal Hoon’ કયા OTT પર ક્યારે જોવા મળશે?

Main Atal Hoon: પંકજ ત્રિપાઠી સ્ટારર બાયોગ્રાફિક્લ ફિલ્મ મૈં અટલ હું 19 જાન્યુઆરી, 2024ના થિયેટરમાં રીલિઝ થઈ હતી. ફિલ્મને પરદા પર ઓડિયન્સનું સારુ એવું રિસ્પોન્સ મળ્યું હતું. જે બાદ પંકજ ત્રિપાઠીના ફેન્સ તેને ઓટીટી પર રીલિઝ થવાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે એ તમામ ચહાકો માટે સારા સમાચાર આવી ગયા છે. બહું જ જલ્દી ફિલ્મ ઓટીટી પર તમને જોવા મળશે.

ફિલ્મના થિયેટરમાં રિલીઝ થયાના માત્ર બે મહિના બાદ જ પંકજ ત્રિપાઠીની પિરિયડ-ડ્રામા ફિલ્મ ‘મૈં અટલ હૂં’ ખૂબ જ ટૂંક સમયમાં OTT પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. મહત્વનું છેકે, ફિલ્મ ‘મૈં અટલ હૂં’ 14 માર્ચે OTT પ્લેટફોર્મ ZEE5 પર રિલીઝ થવા જઈ રહી છે. Zee5એ પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટર દ્વારા આ માહિતી આપી છે. ફિલ્મનું પોસ્ટર શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે – ‘તૈયારીઓ શરૂ કરો, અટલ બિહારી આવી રહ્યા છે.’

 

View this post on Instagram

 

A post shared by ZEE5 (@zee5)

‘મૈં અટલ હું’ નું બોક્સ ઓફિસ કલેક્શન
રવિ જાધવ દ્વારા નિર્દેશિત, જાધવ અને ઋષિ વિરમાણી દ્વારા લખાયેલ આ ફિલ્મનું નિર્માણ વિનોદ ભાનુશાલી, સંદીપ સિંહ અને કમલેશ ભાનુશાલી દ્વારા ભાનુશાલી સ્ટુડિયો લિમિટેડ અને લિજેન્ડ સ્ટુડિયોના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. આ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ એક રિપોર્ટ અનુસાર, આ ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર એક સપ્તાહમાં 7.95 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.