May 6, 2024

WhatsAppમાં હવે પ્રેમી પંખીડાને મજા, આવશે ખાસ ફીચર

અમદાવાદઃ હાલના સમયમાં મેસેજિંગ, વોઇસ કૉલિંગ અને વીડિયો કૉલિંગ માટે WhatsAppનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. થોડ સમય પહેલાની વાત કરવામાં આવે તો વોટ્સએપે થોડા મહિના પહેલા ચેટ લોક ફીચર રજૂ કર્યું હતું. ત્યારે કંપનીએ લોકોની પ્રાઈવસી જાળવવા માટે આ ચેટને વધુ એડવાન્સ બનાવ્યું છે. WhatsApp સૌથી મોટી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. વોટ્સએપનો ઉપયોગ અબજો લોકો કરી રહ્યા છે. જેના કારણે કંપની યુઝર્સની સુરક્ષા અને ગોપનીયતા જાળવી રાખવી ખુબ જરૂરી છે. હવે કંપનીએ એક નવું ફીચર લાવી રહી છે. વોટ્સએપ યુઝર્સ કોઈપણ ચિંતા વગર પોતાના લોકો સાથે ચેટ કરી શકે અને તેમની પ્રાઈવસી જળવાઈ શકે છે. ચાલો શું આવી રહ્યું છે એવું ફીચર કે જેના કારણે તમારી ગોપનીયતા થશે મજબૂત.

આપમેળે સક્રિય
તમને જણાવી દઈએ કે આ ફીચરમાં પાસવર્ડ જાણ્યા પછી પણ કોઈ પર્સનલ ચેટ વાંચી શકશે નહીં. તેનું કારણ એ હશે કે વોટ્સએપે આ ચેટ લોક ફીચરને પહેલા કરતા વધુ એડવાન્સ બનાવી દીધું છે. હવે કંપનીએ આ ચેટલોક ફીચર મોબાઈલ ફોનની સાથે સાથે લિંક્ડ ડિવાઈસ પર પણ ઉપલબ્ધ કરાવી દીધું છે. જેના કારણે તમારી સેફટીમાં વધારો થશે. આનો અર્થ એ છે કે જો તમે તમારી પ્રાથમિક ઉપકરણ ચેટને લોક કરો છો અને પછી અન્ય ઉપકરણ પર WhatsAppને લિંક કરો છો, તો તે અન્ય ઉપકરણ પર આપમેળે સક્રિય થઈ જશે. આ નવું ફીચર એવા યૂઝર્સ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.જે એક WhatsApp એકાઉન્ટમાં અલગ-અલગ ડિવાઇસ પર લૉગિન કરે છે. આ ફિચરની આવ્યું ના હતું તે પહેલા યુઝર્સને અન્ય ડિવાઈસમાંથી પ્રાઈવસી લીક થવાનું વધારે જોખમ રહેતું હતું. આ વર્ઝન માત્ર એન્ડ્રોઈડ બીટા વર્ઝન પર જ છે.

નવા ફીચર્સ અને અપડેટ્સ
ઇન્સ્ટાગ્રામ એક લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. વિશ્વભરમાં લાખો લોકો શોર્ટ વિડિયો અને ફોટા શેર કરવા માટે આ એપનો ઉપયોગ કરે છે. છેલ્લા કેટલાક મહિનામાં વિવિધ ટેક કંપનીઓ દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અંગે ઘણા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં, Instagram પણ કેમ બાકી રહે. Instagramએ તેના પ્લેટફોર્મ પર ઘણા AI ટૂલ્સ ઉમેરવાનું કામ પણ શરૂ કર્યું છે. કંપની તેના વપરાશકર્તાઓ માટે એક નવું AI ટૂલ રજૂ કરવા જઈ રહી છે. આ ટૂલ થોડ સમયમાં આવી શકે છે.