April 28, 2024

IND vs AUS: ઓસ્ટ્રેલિયા ભારત વચ્ચે એક વર્ષમાં ત્રીજી વખત ICC ફાઈનલ

India vs Australia ICC Finals: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંડર 19 વર્લ્ડ કપની ફાઇનલ મેચ રવિવારે રમવા જઈ રહી છે. ઓસ્ટ્રેલિયન ટીમે તેની સેમિફાઇનલ મેચમાં પાકિસ્તાનને હરાવી દીધું છે. મહત્વની વાત એ છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી. અત્યાર સુધીમાં બંને ટીમોએ પોતાની તમામ મેચ શાનદાર જીતી હતી.

ભારત-ઓસ્ટ્રેલિયા ત્રીજી વખત ફાઇનલમાં
ટીમ ઈન્ડિયા માટે અંડર 19 ફાઈનલ સુધીનો પ્રવાસ ખુબ સારો રહ્યો હતો. તો બીજી બાજૂ ઓસ્ટ્રેલિયાની સ્થિતિ પણ આવી જ જોવા મળી હતી. ત્યારે હવે બન્ને ટીમ ફાઈનલમાં જોવા મળશે. ભારતની સિનિયર મેન્સ ટીમને WTC અને ODI વર્લ્ડ કપની ફાઇનલમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને હરાવી દીધી હતી અને બંને ટૂર્નામેન્ટમાં જીત મેળવી હતી. ત્યારે ક્રિકેટ ચાહકોને ઘણી આશા છે કે તેઓ આ વખતે ઓસ્ટ્રેલિયાને હરાવીને જીત મેળવે. અંડર-19 વર્લ્ડ કપમાં ભારતનો દબદબો એવો રહ્યો છે કે ચાહકો તેમની પાસેથી અપેક્ષા રાખી રહ્યા છે.

આ પણ વાંચો:  આ ખેલાડી કેપ્ટન બનતાની સાથે જ કોવિડ-19થી થયો સંક્રમિત

ભારત અને ઓસ્ટ્રેલિયાનો આ રેકોર્ડ
ભારત અને ઓસ્ટ્રેલિયાની અત્યાર સુધીની વાત કરવામાં આવે તો વર્ષ 2012 અને વર્ષ 2018માં વર્લ્ડ કપની ફાઇનલમાં આમસામે આવી ચૂક્યા છે. ખાસ વાત એ છે કે ભારતીય ટીમે બંને વખત જીત મેળવી છે. હવે જોવાનું રહ્યું કે આ વખતે કોને જીત મળે છે. વર્ષ 2012માં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવી દીધું હતું અને વર્ષ 2018માં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવીને અંડર-19 વર્લ્ડ કપની ટ્રોફી જીતી હતી.

આ પણ વાંચો:  IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ ક્યારે અને ક્યાં રમાશે?

ક્રિકેટના મેદાનમાં આ દિગ્ગજની વાપસી
ઈન્ડિયન વેટરન પ્રીમિયર લીગ 2024-23 ફેબ્રુઆરીથી દેહરાદૂનમાં શરૂ થવા જઈ રહી છે. આ લીગમાં ભારતનો અનુભવી ખેલાડી મુંબઈની ટીમની કમાન સંભાળવાનો છે. ઈન્ડિયન વેટરન પ્રીમિયર લીગ (IVPL) ની પ્રથમ સિઝન 23 ફેબ્રુઆરી 2024થી રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દેહરાદૂન ખાતે શરૂ કરવામાં આવશે. આ લીગમાં ભારતના તમને ઘણા મહાન ખેલાડીઓ સાથે રમતા જોવા મળશે. આ લીગની મેચો 23 ફેબ્રુઆરીથી 3 માર્ચ 2024 સુધી રમવામાં આવશે. ભારતીય ક્રિકેટ ચાહકો આ મેચની ખુબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.