May 6, 2024

ફ્રાન્સને મળ્યા સૌથી યુવા વડાપ્રધાન, પ્રમુખપદની ચૂંટણી પહેલા મોટો ફેરફાર

ફ્રાન્સ:પ્રમુખપદની ચૂંટણી પહેલા મેક્રોનમા મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. જેમાં 34 વર્ષીય શિક્ષણ મંત્રી ગેબ્રિયલ એટલ ફ્રાન્સના નવા વડાપ્રધાન બન્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. બીજી બાજૂ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન વર્ષના અંતમાં આવનારી યુરોપીયન ચૂંટણી પહેલા તેમની ઉપરોક્ત ટીમમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઇમિગ્રેશનના મુદ્દે વધતા રાજકીય તણાવને કારણે એલિઝાબેથે રાજીનામું આપી દીધું હતું. જે બાદ રાષ્ટ્રપતિ મેક્રોને સ્વીકાર્યું હતું.ઇમેન્યુઅલ મેક્રોને મંગળવારે તારીખ 9-1-2024ના 34 વર્ષીય શિક્ષણ પ્રધાન ગેબ્રિયલ અટલને ફ્રાન્સના નવા વડા પ્રધાન બન્યા હતા.

આ પણ વાચો: ઇસ્લામિક દેશમાં રચાયો ઈતિહાસ, મદીના મસ્જિદના દ્વારે પહોંચ્યા ભારતીય હિન્દુ નેતા

ફ્રાન્સના સૌથી યુવા વડાપ્રધાન
ફ્રેન્ચ મીડિયાએ આપેલી માહિતી અનુસાર, મેક્રોન યુરોપિયન સંસદની ચૂંટણી પહેલા જનાદેશ આ ફેરફાર જોવા ઇચ્છતું હતું. આ કારણે એલિઝાબેથને હટાવીને નવા વડાપ્રધાનને તક આપવામાં આવી હોવાની વિગતો મળી રહી છે. એલિઝાબેથને મે 2022 માં દેશના વડા પ્રધાન તરીકે નિયુક્ત કરાયા હતા જે આ પદ પર પહોચનારી 2જી મહિલા વડાપ્રધાન હતી.

આ પણ વાચો: અવધ નરેશ અમેરિકામાં દેખાશે, ટાઈમ્સ સ્ક્વેરમાં લાઈવ સ્ટ્રિમિંગ

ગેબ્રિયલ અટલ પહેલા ગે વડાપ્રધાન
થોડા દિવસ પહેલા ઓપિનિયન પોલ્સ સામે આવ્યા હતા. જેમાં દેશના સૌથી લોકપ્રિય રાજકારણીઓમાંના એક, એક બુદ્ધિશાળી મંત્રી તરીકે ગેબ્રિયલ અટલનું નામ આવ્યું હતું. તેઓ  ફ્રાન્સના સૌથી યુવા વડાપ્રધાન છે. ખાસ વાત તો એ છે કે તેઓ ખુલ્લેઆમ ગે બનનાર વડાપ્રધાન બનનાર વ્યક્તિ છે.