May 19, 2024

ટીવી સ્ટુડિયોમાં લાઈવ ચાલુ હતું ને હથિયારધારી એ ધાડ પાડી, સ્ટાફ સરેન્ડર

ઈક્વેડોર: ઇક્વાડોરની સ્થિતી હજુ વધારે ખરાબ થઈ છે. ત્યારે હજુ એક બનાવ સામે આવ્યો હતો. જેમાં માસ્ક પહેરીને અમુક લોકો ટીવી ચેનલના લાઈવ પ્રસારણમાં પ્રવેશ્યા હતા. જેમાં ટીવી ચેનલના લાઈવ પ્રસારણમાં બંદૂકો અને વિસ્ફોટક બતાવીને લોકોને ડરાવવાનો પ્રયાસ કર્યા હતા. જેની જાણ રાષ્ટ્રપતિ ડેનિયલ નોબોઆને થતાની સાથે જ હુમલાખોરો સામે સૈન્ય કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો હતો. આ સાથે તેમણે એ પણ જાહેરાત કરી હતી દેશ ‘આંતરિક સશસ્ત્ર સંઘર્ષમાં જોવા મળી રહ્યો છે.

ગોળી ના ચલાવો, પ્લીઝ
બંદર શહેર ગ્વાયાકિલમાં ટીસી ટેલિવિઝનના સ્ટુડિયોમાં માસ્ક પહેરીને અ મુક અજાણ્યા લોકો ઘૂસી ગયા હતા. તેમની પાસે બોમ્બ પણ હતા. અંદર આવતાની સાથે ગોળીઓનો અવાજ સંભળાવા લાગ્યો હતો. આ વચ્ચે એક મહિલાનો અવાજ સંભળાયો હતો તે કહી રહી હતી કે ગોળી ના ચલાવો, પ્લીઝ ગોળી ના ચલાવો. ત્યાંથી વાત પુરી થતી નથી.લોકોને જમીન પર સૂવા માટે દબાણ કર્યું હતું. આ બાદ તેમણે સ્ટુડિયોની લાઇટ બંધ કરી દીધી હતી. લાઇટ બંધ થયા પછી લોકોની ચીસો સંભળાઈ રહી હતી. જોકે લાઈવ પ્રસારણ ચાલુ જ રહ્યું હતું. હજુ સુધી કોઈ એવી માહિતી મળી નથી કે જેના કારણે એ જાણી શકાય કે કોઈ કર્મચારીને ઈજા થઈ છે કે નહીં. ટીસી કર્મચારીએ વોટ્સએપ પર એક મેસજ કર્યો હતો જેમાં લખ્યું હતું કે માસ્ક પહેરેલા લોકો લાઈવ પ્રસારણમાં જોવા મળી રહ્યા છે તેમણે અમને માર્યા છે.

આ પણ વાચો:ફ્રાન્સને મળ્યા સૌથી યુવા વડાપ્રધાન, પ્રમુખપદની ચૂંટણી પહેલા મોટો ફેરફાર

દેશમાં કટોકટીની સ્થિતિ
સોમવારે, નોબોઆએ 60 દિવસ માટે રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિનો આદેશ આપ્યો હતો. આ પછી સરકારે રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ પણ લગાવી દીધો હોવાનું સામે આવ્યું હતું. સ્થિતિ વણસી રહી છે જેને પગલે રાષ્ટ્રપતિએ નિર્ણય લીધો હતો કે તેઓ દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરાશે. નોબોઆએ 60 દિવસ માટે રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિનો આદેશ આપ્યો હતો. આ પછી સરકારે રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ પણ લગાવી દીધો હતો. બંદૂકધારીઓએ લાઈવ ટીવી સ્ટેશન પર હુમલો કર્યાના થોડા સમય બાદ, નોબોહે દેશમાં કાર્યરત 20 ડ્રગ હેરફેર ગેંગને આતંકવાદી જૂથો તરીકે નિયુક્ત કર્યા હોવાનું સામે આવ્યું છે.

કેટલા લોકોની ધરપકડ
નોબોઆએ સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું કે ‘મેં સશસ્ત્ર દળોને આ જૂથોને બેઅસર કરવા માટે લશ્કરી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે,’ નોબોઆએ સોશિયલ મીડિયા પર લખ્યું. થોડા સમય પછી, એક્વાડોરના રાષ્ટ્રીય પોલીસ વડાએ અહેવાલ આપ્યો કે તમામ માસ્ક પહેરેલા ઘૂસણખોરોની ધરપકડ કરી છે. આ લોકો પાસે રહેલી બંદૂકો અને વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા છે. જોકે મહત્વની વાત એ છે કે હજુ એ સામે આવ્યું નથી કે કેટલા લોકોની ધરપકડ કરાઈ છે.
આ પણ વાચો: ભારતીય મૂળના વૈજ્ઞાનિકનો પ્રયોગ, 52 વર્ષ બાદ અસ્થિ અવકાશમાં મોકલવી શક્ય