October 3, 2024

ગાંધી જયંતિ નિમિત્તે PM મોદીના હસ્તે કવાંટ તાલુકાની એકલવ્ય મોડેલ સ્કૂલનું ખાતમુહૂર્ત

નયનેશ તડવી, છોટાઉદેપુર: ગાંધી જયંતિના દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઝારખંડ થી છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના આમસોટા ગામે 32 કરોડના ખર્ચે એકવલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનું ઇ-ખાતમુહૂર્ત કર્યું.

ભારત સરકારના આદિજાતિ મંત્રાલય વિભાગ દ્વારા 32.40 કરોડના ખર્ચે CBCSના અભ્યાસક્રમ ધરાવતી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઇ-ખાતમહુર્ત કરવામાં આવ્યું. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મધ્ય પ્રદેશની સરહદે આવેલા આમસોટા ગામે 15 એકર જમીનમાં 480 વિદ્યાર્થીઓ ત્યાં જ રહીને અભ્યાસ કરી શકે તેવી અધ્યતન સુવિધા ધરાવતી 32.40 કરોડના ખર્ચે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનું ઇ-ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.

ગાંધી જયંતિની ઉજવણી પ્રસંગે આમસોંટા ગામે યોજાયેલા કાર્યક્રમમાં સાસંદ જશુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ મિલન રાઠવા સહિત મહાનુભાવો આમસોટા ગામે ઉપસ્થિત રહી ભૂમિપૂજન કર્યું હતું.