October 13, 2024

મગદાળનો હલવો બનાવવાની આ રહી મસ્ત રેસીપી, મોઢામાં નાખ્યા ભેગું તો કણી કણી

Moong Dal Halwa Recipe: ભારતમાં કોઈ પ્રસંગ હોય કે ના હોય દરેક ઘરમાં 2થી 5 દિવસમાં મિઠાઈ ચોક્કસ બનતી હોય છે. ઘણી વખત આપણને ઘરની મિઠાઈ કરતા બહારની મિઠાઈ વધારે પસંદ આવે છે. જેના કારણે બિમાર પડી જવાઈ છે. ત્યારે અમે તમારા માટે મગની દાળનો હલવો લઈને આવ્યા છીએ. એવી રીત લઈને આવ્યા છીએ જે તમે ઘરે બનાવશો પરંતુ બજારમાં કંદોઈ બનાવે તેવો તમને ટેસ્ટ આવશે. આવો જાણીએ આ રીતને.

આ પણ વાંચો: ફણગાવેલા મગને સવારે ખાલી પેટ ખાઓ, થશે આ ફાયદાઓ

મગની દાળ બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ મગની દાળ
  • 4 કપ પાણી
  • 1 કપ ખાંડ
  • 5 થી 6 એલચી
  • અડધો કપ દેશી ઘી
  • ડ્રાય ફ્રુટ્સ

મગની દાળનો હલવો બનાવવાની રીત

  • મગની દાળનો હલવો બનાવવા માટે પહેલા દાળને તમારે ધોવાની રહેશે. આ પછી તેને 4 થી 5 કલાક માટે પલાળી રાખવાની રહેશે. 5 કલાક સુધી પલાડીયા પછી તેને પીસી લો. આ પછી તેને એક વાસણમાં રાખી દો.
  • હવે એક તવો ગરમ કરો. તેમાં અડધો કપ દેશી ઘી ઉમેરી દો. જ્યારે ઘી ગરમ થઈ જાય ત્યારે તેમાં મગની દાળ ઉમેરી દો. જ્યાં સુધી તે સોનેરી ના થાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહેવાનું રહેશે.
  • દાળને સોનેરી થવામાં 20 થી 25 મિનિટ જેવો સમય લાગી શકે છે. આ બાજૂ એક હજૂ પેન લો તેમાં ચાસણી તૈયાર કરો. આ ચાસણીમાં તમે એલચી નાંખો. આ ચાસણી ઉકળી જાઈ પછી તેને ગેસ પરથી ઉતારી લેવાની રહેશે.
  • જ્યારે દાળ સારી રીતે શેકાઈ જાય અને સોનેરી રંગની જોવા મળે ત્યારે તેમાં ખાંડની ચાસણી ઉમેરવાની રહેશે. આ પછી તમારે તેમાં ગરમ દૂધ નાંખવાનું રહેશે. હવે તેને તમારે સતત હલાવતા રહેવાનું રહેશે. થોડી વાર પછી આ ચાસણી સુકાઈ જાય એટલે ગેસ બંધ કરી દો. તમારી મગની દાળનો હલવો તૈયાર છો.