October 5, 2024

મહાત્મા ગાંધીની પપૌત્રી છે ખૂબ જ ગ્લેમરસ, હોલીવુડમાં મચાવી રહી છે ધૂમ

Mahatma Gandhi Great Grand Daughter: મહાત્મા ગાંધી સમગ્ર વિશ્વમાં ઓળખ ધરાવે છે. દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ લોકો તેમના ગુણગાન ગાતા થાકતા નથી. સમગ્ર વિશ્વમાં લોકો ગાંધીજીના વિચારોને અનુસરે છે. આજે ગાંધી જયંતિ નિમિત્તે આખો દેશ તેમને યાદ કરી રહ્યો છે. દેશ માટે તેમના યોગદાનને યાદ કરવાની સાથે લોકો તેમના જીવન અને પરિવાર વિશે પણ જાણવા માંગે છે. આજે આપણે બાપુ સાથે જોડાયેલું એક એવું પાનું ખોલીશુ જ્યાં આપણે તેમના પરિવારના એક એવા સભ્ય વિશે જાણીશું જેનું હોલીવુડ સાથે સીધું કનેક્શન છે. હા, તે મહાત્મા ગાંધીની જેમ સાદું જીવન નથી જીવતી, પરંતુ ખૂબ જ ગ્લેમરસ જીવન જીવે છે. તે તેના પરિવારની પાંચમી પેઢીની દીકરી છે.

કોણ છે અમેરિકામાં વસતી બાપુની પપૌત્રી?
શું તમે જાણો છો કે મહાત્મા ગાંધીની એક પપૌત્રી પણ છે જે અમેરિકામાં રહે છે. હવે તમે વિચારતા હશો કે તે અમેરિકામાં શું કરી રહી છે? મહાત્મા ગાંધીના સૌથી મોટા પુત્ર હરિલાલના પુત્ર હતા કાંતિલાલ અને તેમની પૌત્રીનું નામ મેધા ગાંધી છે, જેઓ અમેરિકામાં રહે છે. કાન્તિલાલનો પરિવાર ઘણા વર્ષો પહેલા અમેરિકા ગયો હતો. કાંતિલાલ મહાત્મા ગાંધીના પૌત્ર છે જેમણે સાબરમતી આશ્રમથી શરૂ થયેલી દાંડી યાત્રામાં ભાગ લીધો હતો. એવું કહેવાય છે કે તે સમયે 20 વર્ષના કાંતિલાલ દાદા મહાત્મા ગાંધીની આગળ આગળ થેલો લઈને ચાલતા હતા.

શું કરે છે મેઘા?
આ તો વાત થઈ કાંતિલાલની. હવે વાત કરીએ કાંતિલાલની પૌત્રી અને ગાંધીજી પપૌત્રી મેઘા ગાંધીની જે હોલિવૂડમાં એક આર્ટિસ્ટ છે. મેઘા હ્યુમર રાઇટર એટલે કે કોમેડી રાઇટર છે. તે ઘણા શો માટે સ્ક્રિપ્ટ લખે છે. આ સાથે મેધા ગાંધી પણ એક અદભૂત સિંગર પણ છે. આટલું જ નહીં તે પ્રોડ્યુસર પણ છે. મેધા અમેરિકાના પ્રખ્યાત શો ‘ડેવ એન્ડ શો’ની પ્રોડ્યુસર પણ રહી ચૂકી છે. આ સિવાય તેણે ‘મેટી ઇન ધ મોર્નિંગ શો’ પણ પ્રોડ્યુસ કર્યો છે.

વિદેશી સાથે રિલેશનશીપમાં છે મેધા
મેધા ગાંધી ખૂબ જ હોંશિયાર છે. તેના સોશિયલ મીડિયા બાયો મુજબ, તે ‘એલ્વિશ દુરાન એન્ડ ધ મોર્નિંગ શો’ની હોસ્ટ પણ છે. સોશિયલ મીડિયા તે ખૂબ જ એક્ટિવ રહે છે. તે તેના જીવનની દરેક નાની-મોટી અપડેટ શેર કરતી રહે છે. મેધાના સોશિયલ મીડિયા પર લગભગ 2.5 લાખ ફોલોઅર્સ છે. મેધા ગાંધી ગ્લેમરસ અને સ્ટાઇલિશ જીવન જીવે છે. ગાંધીથી તદ્દન વિપરીત, તેમની ડ્રેસિંગ શૈલી પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત છે. મેધા ગાંધીના અંગત જીવનની વાત કરીએ તો તે બ્રાન્ડેન જોન્સ નામના વિદેશી સાથે રિલેશનશીપમાં છે. મેધા પોતાની લવ લાઈફ વિશે પણ વાત કરતા શરમાતી નથી. સોશિયલ મીડિયા પર તેના બોયફ્રેન્ડ સાથે ઘણી તસવીરો છે અને બંને એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે.