October 13, 2024

અમૂલની એક વર્ષમાં અધધ કમાણી, 59,445 કરોડ આવક સાથે દુનિયાની સૌથી સ્ટ્રોંગ ડેરી

Amul Business: અમૂલને વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ અને સૌથી મજબૂત ડેરી બ્રાન્ડ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. જીસીએમએમએફએ જણાવ્યું હતું કે અમૂલ ડેરી વિશ્વની સૌથી મોટી ખેડૂત માલિકીની ડેરી સહકારી છે, જેમાં ગુજરાતના 18,600 ગામોમાં 36 લાખ ખેડૂતો તેની સાથે સંકળાયેલા છે.

વિશ્વની સૌથી મજબૂત ડેરી બ્રાન્ડ
અમૂલ બ્રાન્ડનું ગ્રુપ ટર્નઓવર 2022-23માં રૂપિયા 72,000 કરોડથી વધીને 2023-24માં રૂપિયા 80,000 કરોડ થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. જીસીએમએમએફએ જણાવ્યું હતું કે તે દુનિયાની સૌથી મોટી ખેડૂત માલિકીની ડેરી સહકારી છે. જેમાં ગુજરાતના 18,600 ગામ અને તેની સાથે 36 લાખ ખેડૂતો સાથે જોડાયેલા છે. 300 લાખ લિટર દૂધ ખરીદવામાં આવે છે. GCMMFના ચેરમેન શામલભાઈ પટેલે એક મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે GCMMFએ તેના સુવર્ણ જયંતિ વર્ષમાં વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ તરીકે ઉભરી આવવાની ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

આ પણ વાંચો: મોદી સરકારની મોટી જાહેરાત, PM Garib Kalyan Yojana પાંચ વર્ષ માટે લંબાવાઈ

ગુજરાતના નાના ગામથી શરૂઆત
અમૂલ બ્રાન્ડની મૂળ કંપની ગુજરાતમાં આવેલા આણંદમાં છે. અમદાવાથી 100 કિલોમીટર દૂર આ ગામ આવેલું છે. આણંદને ઘણા લોકો દૂધની રાજધાની તરીકે પણ કહે છે. અમુલ બ્રાન્ડની સ્થાપના વર્ષ 1946માં થઈ હતી. ધીમે-ધીમે અમૂલને એટલી સિદ્ધિ પ્રાપ્ત મળી કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય ઘણા દેશોમાં પણ અત્યારે છે.