May 5, 2024

કેજરીવાલને CM પદથી હટાવવાની માગ કરનારા પૂર્વ MLAને HCએ ઝાટક્યા!

દિલ્હી: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. આ પહેલા કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો હતો. પરંતુ આ વચ્ચે કેજરીવાલ માટે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. અરવિંદ કેજરીવાલને સીએમ પદેથી હટાવવાની માગણી કરતી અરજી હાઈકોર્ટમાં ત્રીજી વખત ફગાવી દેવામાં આવી છે. હાઈકોર્ટે અરજી કરનારની પણ આકરી ઝાટકણી કાઢી છે.

અરજી પર ઠપકો આપ્યો
આજે દિલ્હી હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પદ પરથી હટાવવાની માગ કરવામાં આવી હતી. જેની અરજીમાં કોર્ટે ઠપકો આપ્યો હતો. હાઈકોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું કે, તમામ વસ્તુઓ પ્રચાર માટે કરવામાં આવી રહી છે. જેણે અરજી કરી છે તેને અમે દંડ ફટકારીશું. તમને જણાવી દઈએ આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ ધારાસભ્ય સંદીપ કુમારે દિલ્હી એક્સાઇઝ પોલિસીના મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ અને જેલવાસ બાદ સીએમ કેજરીવાલને પદ પરથી હટાવવા માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો.

આ પણ વાંચો: અમિત શાહે ખડગેના નિવેદનને ઇટાલિયન સંસ્કૃતિ ગણાવી

કેજરીવાલ મુખ્યમંત્રી પદ રહેશે
સંદીપ કુમારની અરજીની દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદે ટીકા કરતા જોવા મળ્યા હતા. આ પહેલા પણ 2 અરજી કેજરીવાલને મુખ્યમંત્રી પદથી હટાવવા માટે કરવામાં આવી હતી. આ પછી ફરી એકવાર આ અરજી કોર્ટે ફગાવી દીધી છે. આ પછી તેને 1 એપ્રિલ સુધી ED રિમાન્ડ પર મોકલી દીધો હતો. રિમાન્ડ પૂરા થતાં કોર્ટે તેને 15 એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. હાલમાં કેજરીવાલ તિહાર જેલમાં છે. તેમની ધરપકડ બાદથી વિરોધ પક્ષો મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ માંગી રહ્યા છે. આમ આદમી પાર્ટી (AAP) એ સ્પષ્ટ કર્યું છે કે કેજરીવાલ મુખ્યમંત્રી પદ પર રહેશે.

શું છે દિલ્હી દારૂ કૌભાંડ?
નવી લિકર પોલિસી 2021-22માં દિલ્હીમાં અમલમાં આવી હતી. ત્યારબાદ નવી પોલિસીમાં ડીલરોને ફાયદો આપવાનો આરોપ છે. લેફ્ટનન્ટ ગવર્નરે મુખ્ય સચિવ પાસેથી રિપોર્ટ માગ્યો હતો. રિપોર્ટમાં નવી પોલિસીમાં અનિયમિતતાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. નવી નીતિના કારણે 144 કરોડનું કૌભાંડ થયું હોવાના આક્ષેપો થયા છે. EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. ત્યારપછી આરોપી વિજય નાયરની ધરપકડ કરી અને હવે એકબાદ એક નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ હવે કેજરીવાલને ત્રીજી વખત સમન્સ આપવામાં આવ્યું છે. પરંતુ કેજરીવાલ હાજર ગયા નહોતા. હવે એવી વાત આપના નેતાઓ કહી રહ્યા છે કે, કેજરીવાલના ઘરે EDના દરોડા આજે તારીખ 4-1-2024 ના પડી શકે છે.