April 27, 2024

વિશ્વમાં સૌથી વધારે ઈલેક્ટ્રિક બસમાં દિલ્હીનું સ્થાન ત્રીજું

અમદાવાદ: ઈલેક્ટ્રિક વાહનની સાથે ઈલેક્ટ્રિક બસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રાજધાનીમાં પર્યાવરણને લઈને પરિવહનમાં વધારો થયો છે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં 350 વધુ ઇલેક્ટ્રિક બસોને એડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ઇલેક્ટ્રિક બસો સાથે વિશ્વનું ત્રીજું સૌથી મોટું શહેર બની ગયું છે.

આ ફીચર્સ આપવામાં આવ્યા
દિલ્હીમાં નવી ઇલેક્ટ્રિક બસોમાંથી સિંગલ ચાર્જ પર તેમની રેન્જ લગભગ 250 કિલોમીટર છે. આ બસોમાં જીપીએસ, સીસીટીવી અને પેનિક બટન જેવા સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે. આ બસો કેન્દ્ર સરકારની FAME-II યોજના હેઠળ કરવામાં આવી છે. આ સમયે ગવર્નર વી કે સક્સેનાએ જણાવ્યું હતું કે, “આ ઈલેક્ટ્રિક બસો દિલ્હીમાં પ્રદૂષણને અંકુશમાં લેવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. અમારો પ્રયાસ CNG બસોને ઈલેક્ટ્રિક બસોથી બદલવાનો છે.

ડબલ ડેકર બસ
છેલ્લા ચાર વર્ષની વાત કરવામાં આવે તો અંદાજે દિલ્હીમાં 5.8 કરોડ કિલોમીટરની મુસાફરી કરવામાં આવી છે. તે પ્રમાણે 47,000 ટન કાર્બન ડાયોક્સાઇડ ઘટાડવામાં મદદ મળી રહેશે. ગયા વર્ષે મુંબઈમાં ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ સેવા શરૂ કરવામાં આવી હતી. આ બસને પબ્લિક ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન માટે મુકવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ડિજિટલ ટિકિટિંગનો ઉપયોગ કરવામાં આવશે. મુસાફરો ભાડું ચૂકવવા માટે ચિલ નામની એપનો ઉપયોગ કરવામાં આવી શકે છે. જે બાદ તમને એક રસીદ મળશે. ફોન થકી તમે ટિકિટ બુક કરી શકો છો.

અમદાવાદમાં શરૂ થઈ ડબલ ડેકર બસ
અગાઉ 90 ના દાયકામાં અમદાવાદમાં ડબલ ડેકર બસ દોડતી હતી. આ ડબલ ડેકર બસ શહેરના લાલ દરવાજા, પાલડી, આશ્રમ રોડ, કોટ વિસ્તાર સહિતના અન્ય વિસ્તારોમાં દોડતી હતી. તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અંદાજે પાંચ કરોડના ખર્ચે છ ડબલ ડેકર ઈલેક્ટ્રિક વાતાનુકૂલિત બસ ખરીદવાનું નક્કી કર્યું હતું. આજે આ બસ શહેરના રસ્તાઓ પર દોડતી થઈ ગઈ છે. અગાઉ 90 ના દાયકામાં ડબલડેકર બસ એએમટીએસની બસોમાંથી દૂર કરવામાં આવી હતી. ડબલ ડેકર બસ ખરીદવા માટે AMCએ ટેન્ડર પણ બહાર પાડ્યા હતા.