October 3, 2024

આજથી શરૂ થઈ રહ્યો છે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપનો મહાકુંભ, Googleએ બનાવ્યું Doodle

Women’s T20: મહિલા ટી20 વર્લ્ડ કપની નવમી આવૃત્તિનું આયોજન થવાનું છે. જેમાં દુનિયાના તમામ ભાગોમાંથી 10 ટીમ ભાગ લેવાની છે. મહિલા T20 વર્લ્ડ કપ 2024 આજથી શરૂ થવાનો છે. આ ખાસ અવસર પર ગૂગલે તેના સર્ચ એન્જિનના હોમપેજ પર ક્રિકેટમાં મહિલાઓની શક્તિ અને ક્ષમતાનું સન્માન કરવા માટે એક ડૂડલ બનાવ્યું છે.

ગૂગલે બનાવ્યું ડૂડલ
ખાસ અવસર પર ગૂગલ તેને સન્માન આપવા માટે ડૂડલ બનાવે છે. ત્યારે આજના દિવસે પણ ગૂગલે તેના સર્ચ એન્જિનના હોમપેજ પર ક્રિકેટમાં મહિલાઓની શક્તિ અને ક્ષમતાનું સન્માન કરવા માટે એક ડૂડલ બનાવ્યું છે. આજે ગૂગલનું ડૂડલ આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારાઓને સમર્પિત કરવામાં આવ્યું છે. આજના દિવસે શારજાહ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડ વચ્ચેની મેચ સાથે શરૂ થઈ રહી છે.

આ પણ વાંચો: ટેસ્ટ મેચમાં સુરક્ષા હેતુ પહોંચી વાનરસેના, ક્રિકેટ બોર્ડે કર્યો મોટો નિર્ણય

બે ટીમો નોકઆઉટ તબક્કામાં પ્રવેશ
આ ટુર્નામેન્ટનું આયોજન એ રીતે કરવામાં આવ્યું છે કે 10 ટીમને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. દરેક ગ્રુપમાં પાંચ ટીમનો સમાવેશ કરવામાં આવશે. દરેક ગ્રૂપમાંથી ટોચની બે ટીમો નોકઆઉટમાં પ્રવેશ કરશે. આ પછી તેની સેમિફાઇનલ મેચનું ઓયોજન કરવામાં આવશે. ગ્રુપ Aમાં પાકિસ્તાન, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ભારત, ન્યુઝીલેન્ડ જ્યારે ગ્રુપ Bમાં દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડનો સમાવેશ થાય છે.