October 3, 2024

‘જે થાય તે સારા માટે થાય,ટૂંક સમયમાં PM મોદીને મળીશ’ – સોનમ વાંગચુક

Delhi: જો તમે ફિલ્મ 3 ઈડિયટ્સ જોઈ હોય તો તમે સોનમ વાંગચુકને નામથી જાણતા જ હશો. સોનમ વાંગચુક એજ્યુકેશનિસ્ટ અને ક્લાઈમેટ એક્ટિવિસ્ટ છે. જે આ દિવસોમાં સમાચારોમાં છે. સોનમ વાંગચુક લદ્દાખને બંધારણની છઠ્ઠી સૂચિમાં સામેલ કરવાની માંગ કરી રહ્યા છે. આ માંગને કારણે તે સોમવારે રાત્રે લગભગ 150 લોકો સાથે રાજધાની દિલ્હી પહોંચી ગયા હતા. પરંતુ પોલીસે તમામને સિંઘુ બોર્ડર પર જ અટકાયતમાં લીધા હતા.

સોનમ વાંગચુકને 36 કલાક બાદ મુક્ત કરવામાં આવ્યા હતા. મુક્ત થયા પછી, તેમણે કહ્યું, તે ટૂંક સમયમાં પીએમ મોદી, રાષ્ટ્રપતિ અથવા ગૃહ પ્રધાનને મળશે. ગાંધી જયંતિ નિમિત્તે સોનમ વગનચુક પોલીસ કસ્ટડીમાંથી બહાર આવતાની સાથે જ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા રાજઘાટ પહોંચ્યા હતા. કસ્ટડીમાંથી બહાર આવીને તેમણે કહ્યું કે, લેહથી 150 થી વધુ પદયાત્રીઓ દિલ્હી પહોંચ્યા. જેમાં મહિલાઓ અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. દિલ્હી પહોંચ્યા પછી અમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો.

“જે થાય છે તે સારા માટે થાય છે.”
સોનમ વાંગચુકે વધુમાં કહ્યું હતું કે, જે પણ થાય છે તે સારા માટે જ થાય છે, આ સાથે પર્યાવરણ સંરક્ષણનો અમારો સંદેશ દેશભરમાં ફેલાયો છે. તેમણે કહ્યું કે, ગાંધી જયંતિના અવસર પર અમે કહીશું કે લોકોએ તેમનું જીવન સરળ બનાવવું જોઈએ જેથી વધુ લોકો જીવી શકે. જો આપણે ગાંધીજીએ જે શીખવ્યું તેનું પાલન કરીએ તો લદ્દાખ અને હિમાલયનું બગડતું વાતાવરણ બગડે નહીં.

ટૂંક સમયમાં પીએમને મળશે
સોનમ વાંગચુકે કહ્યું, આ પૃથ્વી પર દરેકની જરૂરિયાતો માટે પૂરતી વસ્તુઓ છે, પરંતુ દરેકની અતિરેક માટે પૂરતી નથી. તેમણે કહ્યું, અમે સરકારને એવું મેમોરેન્ડમ આપ્યું છે કે તેઓ લદ્દાખને એવી બંધારણીય જોગવાઈઓ હેઠળ સુરક્ષિત કરે કે હિમાલય સુરક્ષિત હોય. તેમણે કહ્યું કે, આગામી દિવસોમાં અમે ભારતના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ કે ગૃહમંત્રીને મળીશું. તેમણે એમ પણ કહ્યું કે તે થોડા દિવસો પછી લદ્દાખ પરત જશે.

આ પણ વાંચો: ‘એવું લાગે છે મોત…’, ઈઝરાયલમાં હુમલા બાદ ભયમાં ભારતીયો, જણાવી આપવીતી

21 દિવસની ભૂખ હડતાળ
આ પહેલા પણ સોનમ વાંગચુકે માર્ચ મહિનામાં પોતાની માંગણીઓ માટે 21 દિવસની ભૂખ હડતાલ કરી હતી. સોનમ વાંગચુક બે મુખ્ય માંગણીઓ કરી રહ્યા છે, જેમાં પ્રથમ લદ્દાખને બંધારણની છઠ્ઠી સૂચિમાં સામેલ કરવામાં આવે અને બીજી લદ્દાખને પૂર્વ રાજ્યનો દરજ્જો આપવામાં આવે.