January 23, 2025

બેટિંગ દરમિયાન રોહિત શર્માને હેરાન કરતો જોવા મળ્યો વિરાટ કોહલી!

IPL 2024: RCB સામેની મેચમાં ભલે રોહિત શર્માએ 38 રન બનાવ્યા, પરંતુ તેણે ઈશાન કિશન સાથે મળીને પ્રથમ વિકેટ માટે 101 રનની શાનદાર ભાગીદારી કરી હતી. જોકે આઈપીએલ 2024ની શરૂઆતમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમની ખુબ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું છે.

પ્રથમ જીત નોંધાવી
નવા કેપ્ટન હાર્દિક પંડ્યાએ મુંબઈની કમાન સંભાળી ત્યારથી ટીમની કપરી સ્થિતિ જોવા મળી રહી છે. સતત 3 મેચ બાદ આખરે 2 મેચમાં જીત મળી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં તેણે 7 વિકેટે જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું હતું. રોહિત શર્માએ 38 રનની ઇનિંગ જોવા મળી હતી. જ્યારે તે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે વિરાટ કોહલી પણ તેનું ધ્યાન ભટકાવવા માટે તેને હેરાન કરતો જોવા મળ્યો હતો. જેનો વીડિયો વાયરલ થયો છે.

ઈશારાથી જવાબ આપ્યો.
આ મેચમાં RCBએ મુંબઈ ઈન્ડિયન્સની ટીમને 20 ઓવરમાં 197 રનનો ટાર્ગેટ આપ્યો હતો. માત્ર 15.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી હતી. રોહિત શર્મા અને ઇશાન કિશન મુંબઇ ઇન્ડિયન્સ ટીમ વતી ઇનિંગ રમવા આવ્યા હતા. પ્રથમ ઓવરના અંત પછી, રોહિત શર્મા પાસેથી પસાર થતાં વિરાટ કોહલી અચાનક આગળ વધી ગયો અને તેણે રોહિત સામે આંગળી બતાવી હતી. આ સમયે રોહિત શર્માને પહેલા તો સમજાયું ના હતું પછી તેણે ફરીને જોયું તો કોહલી જઈ રહ્યો હતો. તેને થમ્બ્સ અપ બતાવ્યું હતું.

મુશ્કેલ બની ગયો છે
IPLની 17મી સિઝનમાં અત્યાર સુધી માત્ર 25 મેચ રમાઈ ગઈ છે. જેમાંથી RCBની ટીમે 6 મેચ જીતી છે. જેમાં 5માં હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. હજુ RCBની ટીમ પાસે 8 મેચ રમવાની બાકી છે. RCB હાલમાં 2 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે અને તેનો નેટ રન રેટ -1.124 છે. હવેથી તમામ મેચને જીતવાનો પ્રયાસ RCB કરશે.